ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : એબીવીપીએ નવા ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટનું અધ્યયન કર્યું, સરકારને સૂચનો કર્યાં - ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ

એબીવીપી દ્વારા ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટના જાહેર કરેલા ખરડાનું અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે પરામર્શ કરવામાં આવ્યો છે. જેના નિષ્કર્ષરુપે સરકારને સૂચનો કરવામાં આવી રહ્યાં છે. આ વિશે વધુ વાત કરે છે એબીવીપી પ્રદેશપ્રધાન યુતિ ગજેરા.

Ahmedabad News : એબીવીપીએ નવા ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટનું અધ્યયન કર્યું, સરકારને સૂચનો કર્યાં
Ahmedabad News : એબીવીપીએ નવા ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટનું અધ્યયન કર્યું, સરકારને સૂચનો કર્યાં

By

Published : Aug 2, 2023, 5:53 PM IST

પરામર્શ બાદના સૂચનો

અમદાવાદ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટના જાહેર કરેલા ખરડાનું અધ્યયન કરવામાં આવ્યું છે. જે બાદ સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે નવા ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ અને સ્પષ્ટતા કરવામાં આવે. ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટના જાહેર કરેલા ખરડાનું અધ્યયન કરી વિદ્યાર્થીઓ પાસેથી કરેલ સંશોધન મુજબ આપવામાં આવેલા આવેદનના મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે તેવી માગ સાથે સરકારને સૂચનો કરવામાં આવ્યાં છે.

શિક્ષણપ્રધાનને આવેદન: રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતના પ્રશ્નો અને વાચા આપવા માટે અનેક સંગઠનો કામ કરતા હોય છે. જેમાં રાજકીય યુવા સંગઠનો પણ જોવા મળી આવતા હોય છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવાનો જે ખરડો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં સુધારા કરવા અંગે ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલને આવેદન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીના પ્રશ્નોના નિરાકરણ: એબીવીપી પ્રદેશ પ્રધાન યુતિ ગજેરા જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે. તે માટે સરકારને અભિનંદન છે. સરકારે વિદ્યાર્થીના પ્રશ્નોના નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યા છે. તેમાં જરૂરી સુધારા માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તેમજ પ્રોફેસર સાથે મળીને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સુધારાને લઈને શિક્ષણપ્રધાનને આવેદન આપવામાં આવ્યું છે.

સુધારામાં જણાવ્યું હતું કે જાહેર ખરડાના ચેપ્ટર બારમાં ઉલ્લેખ થતી માહિતીમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ માટે સરકારી જાહેરાત કરવામાં આવશે. પરંતુ તેમાં એક જ અભ્યાસક્રમ એક જ સમય પરીક્ષા અને એક જ સમયે પ્રવેશ પ્રક્રિયાઓ કરવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓના ઘણાઅંશે અનુકૂળતા રહેશે. વિદ્યાર્થીઓને રાજ્યની જ કે અન્ય રાજ્યકક્ષાની યુનિવર્સિટીઓમાં ચાલતા અભ્યાસક્રમ કે એડમિશન ટ્રાન્સફર લેવું અને ઝડપી બનશે તેવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જે ખૂબ જ જરૂરી છે...યુતિ ગજેરા એબીવીપી પ્રદેશ પ્રધાન

પ્રતિષ્ઠિત નિમણૂક જરુરી: રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ના પ્રાવધાન 19.2 અંતર્ગત ઉલ્લેખ છે કે ઉચ્ચતર શિક્ષણ સંસ્થા અને પ્રભાવિત પ્રશાસન અન્ય તૃતો માટે જે બોર્ડ ઓફ ગવર્નર્સનો ઉલ્લેખ કરેલો છે તે મુજબ સ્થાન માટે કોઈ યોગ્ય પ્રતિષ્ઠિત કે પછી કોઈ સમાજના આગેવાનોની ચેરમેન પદ નિમણૂક થાય તે ખૂબ જ જરૂરી છે.

33 ટકા મહિલાઓને અનામત : તેમાં વિદ્યાર્થી પરિષદનું માનવું છે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 80 ટકા, શિક્ષણવિદ 10 ટકા, સમાજના આગેવાન તેમજ 10 ટકા વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 33 ટકા મહિલાઓને અનામત તરીકે પ્રતિનિધિત્વ આપવું જોઈએ. જેથી કરીને મોટા પ્રમાણમાં લોકોના પ્રશ્નોનું સમાધાન સરળ રીતે બની શકે છે.

છાત્ર સંઘની ચૂંટણી થવી જરૂરી: આ ઉપરાંત યુનિવર્સિટીમાં છાત્ર સંઘની ચૂંટણી થવી ખૂબ જ જરૂરી છે અને આવશ્યક છે. જેમાં પણ રજીસ્ટ્રેશન રજીસ્ટર એજ્યુકેટેડની નહી, પરંતુ વર્તમાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વની ચૂંટણી થવી આવશ્યક છે. આ ઉપરાંત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સદસ્યો એકંદરે એક સમાન લોકો જ હોય તેમ જોવા મળી રહ્યું છે. જેમાં અંદર ઉલ્લેખ સરકાર દ્વારા નિમાયેલ સદસ્ય અને ડીન જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ માટે કોઈપણ પ્રકારના ધારા ધોરણ અને નિયમો જોવા મળતા નથી.

  1. Common Universities Act : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં આવશે ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ, કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ
  2. DU Centenary Ceremony: યુનિવર્સિટી અને દેશના સંકલ્પોમાં એકરૂપતા હોવી જોઈએ - PM મોદી
  3. ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સભ્ય સંખ્યાનો આંકડો કેટલો વધ્યો જૂઓ

ABOUT THE AUTHOR

...view details