ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા 5000થી વધુ બસ સ્ક્રેપ, નવી બસ કેટલી મૂકાઇ જૂઓ - વોલ્વો

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા દર વર્ષે 1200 જેટલી નવી બસ સંચાલનંમાં મુકવામાં આવે છે. તેની સામે જૂની બસને સ્ક્રેપ પણ મુકવામાં આવે છે. જેમાં છેલ્લા 3 વર્ષમાં અત્યાર સુધી 5000થી વધુ બસને સ્ક્રેપ કરીને 13 કરોડથી વધુ આવક થઈ છે.

Ahmedabad News : ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા 5000થી વધુ બસ સ્ક્રેપ, નવી બસ કેટલી મૂકાઇ જૂઓ
Ahmedabad News : ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા 5000થી વધુ બસ સ્ક્રેપ, નવી બસ કેટલી મૂકાઇ જૂઓ

By

Published : Jul 24, 2023, 6:30 PM IST

5000થી વધુ બસ સ્ક્રેપ

અમદાવાદ : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકો દ્વારા એસટી બસની સુવિધા આપવામાં આવે છે. જે અંતરિયાળ ગામોમાં ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મીડી બસ,લકઝરી બસ, સ્લીપર, વોલ્વો એસી બસનું સંચાલન કરવામાં આવે છે. પંરતુ રાજ્ય સરકાર દ્વારા જૂના વાહન દૂર કરવામાં માટે સ્ક્રેપ પોલીસ લાગુ કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત એસ.ટી નિગમ દ્વારા બસને દર વર્ષે સ્ક્રેપમાં મોકલવામાં આવે છે. દર વર્ષે 1200 જેટલી નવી બસ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી બસ કેટલી સંખ્યામાં મૂકવામાં આવે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જૂના વાહન વધુ ઉપયોગમાં લેવામાં ન આવે તે માટે સ્ક્રેપ પોલિસી અમલમાં મુકવામાં આવી હતી. જેના ભાગ રૂપે ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા દર વર્ષે નવી 1200 બસને સંચાલનમાં મુકવામાં આવે છે. તેની સામે 8 લાખ કિમી ફરેલી બસને સ્ક્રેપ પોલીસમાં મુકવામાં આવે છે. જેમાં અત્યાર સુધી 5 હજારથી વધુ બસને સ્ક્રેપ મોકલવામાં આવી છે...કે. ડી. દેસાઈ(એસટી સચિવ )

એસટી બસ સ્ક્રેપ પદ્ધતિ : ગુજરાત એસટી નિગમ દ્વારા વડોદરા ખાતે આવેલ MSCTમાં ઓનલાઈન હરાજી કરવામાં આવે છે. જેના અંતર્ગત એસટી.નિગમ દ્વારા અત્યાર સુધી 5 હજાર વધુ બસને સ્ક્રેપ મોકલવામાં આવી છે. જેના થકી એસટી વિભાગને 13.33 કરોડની આવક થવા પામી છે. ગુજરાત એસ ટી વિભાગ દ્વારા 2021માં 2531 બસ, 2022માં 2078 બસ અને 2023માં અત્યાર સુધીમાં 637 જેટલી બસ સ્ક્રેપમાં મોકલવામાં આવી છે. જે પ્રમાણે નવી બસને સંચાલનમાં મુકવામાં આવી રહી છે તે પ્રમાણે જૂની બસને સ્ક્રેપ માટે મોકલવામાં આવે છે.

વોલ્વો જેવી બસનું સંચાલન : ઉલ્લેખનીય ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ - જીએસઆરટીસી દ્વારા રાજ્ય અને રાજ્યની બહાર પણ ટ્રાન્સપોર્ટની સુવિધાનું સંચાલન કરવામાં આવે છે. રાજયની જનતાને વધુ સારી સુવિધા અને આરામદાયક પરિવહન સુવિધા મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના થકી વોલ્વો, સ્લીપર બસનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે ઇલેક્ટ્રિક બસનું સંચાલન અમદાવાદ - ગાંધીનગર, અમદાવાદ- વડોદરા જેવા શહેરની વચ્ચે કરવામાં આવી રહ્યું છે.

  1. Surat News : સુરત આરટીઓએ બ્લેક લિસ્ટ જાહેર કર્યા 3359 વાહનો, સજાનો મામલો શું છે જાણવું જરુરી
  2. Vehicle Scrapping Policy: વાહન સ્ક્રેપ પૉલિસી અંતર્ગત રાજ્યમાં બનશે 204 ફિટનેસ સેન્ટર, સરકારે કરી જાહેરાત
  3. Ahmedabad news: ગૃહપ્રધાન અમિત શાહે 321 નવી બસને આપી લીલી ઝંડી

ABOUT THE AUTHOR

...view details