અમદાવાદ : નારીશક્તિને જાગૃત કરવા તેમજ તેમને આત્મનિર્ભર કરવા માટે અનેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ મહિલા માટે અનેક પ્રોજેકટ પર કામ કરવામાં આવે છે. ત્યારે હવે ફિક્કી ફ્લો દ્વારા પણ મહિલાઓ આત્મનિર્ભર કરવા માટે તેમજ તેમની સ્કિલ ડેવલપ કરવા માટે એક નવો પ્રોજેકટ આજ અમદાવાદ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની મહિલાઓ માટે સર્વ સક્ષમ પ્રોજેકટ લોન્ચ કરી ફ્રી એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા સ્વરોજગારી વધારવાનો તેનો હેતુ છે. હાલમાં આ વર્ષમાં અંત ભાગ સુધીમાં 500 જેટલી મહિલાને આ પ્રોજેકટમાં સમાવવામાં આવશે.
સર્વ સક્ષમ પ્રોજેકટ લોન્ચ : ફિક્કી ફ્લો દ્વારા આજ સર્વ અક્ષમ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં સર્વ સક્ષમ અર્થ થાય છે. પોતાને સક્ષમ કરવું આ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને શિક્ષણ તેમજ પોતાની સ્કિલ ડેવલપ કરવામાં આવશે આ પ્રોજેક્ટ ઉદ્યાન કે સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે.
જે પણ દીકરીઓ એજ્યુકેશન પ્રાપ્ત કરવા માંગે છે તેમને મફતમાં એજ્યુકેશન આપવામાં આવશે જેમાં પોતે જ્યાં સુધી અભ્યાસ કરવો હશે ત્યાં સુધી પૂરતી મદદ કરવામાં આવશે અને તેને જરૂર પડે તેટલી મદદ પણ કરવાની તૈયારી દર્શાવીએ છીએ... અદિતિ પારેખ (ફિક્કી ફ્લો)
મહિલાને શાલિની તરીકે ઓળખાશે : આ પ્રોજેક્ટથી દીકરીઓને એજ્યુકેશનમાં મદદરૂપ તેમજ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવશે. જેમાં દરેક કાર્યક્રમમાં મહિલાઓને પોતાના પગભર ઉભી થાય તેવી રીતે પૂરતી મદદ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં મહિલાને શાલિની તરીકે ઓળખવામાં આવશે. કારણ કે શાલિનીનો અર્થ થાય છે અજવાળું. જો મહિલા સક્ષમ હશે તો પોતાના પરિવારમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેના કારણે પરિવારમાં એક નવો ઉજાસ ઉભો થાય છે જેના તરીકે આ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાને શાલિની તરીકે ઓળખીશું અને મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
અનેક સ્કિલ ડેવલપ કરવામાં આવશે : મહિલાઓને એજ્યુકેશન સાથે બિઝનેસ એજ્યુકેશન અલગ અલગ સ્કિલ ડેવલોપમેન્ટ, ફેશન શો, હોટલ મેનેજમેન્ટ, બ્યુટી પાર્લર, એમબીએ, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ જેવા અનેક સ્પેશિયલ કોર્સ સાથે તેમની સ્કીલ ડેવલોપમેન્ટ પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હાલમાં અમદાવાદમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં અગામી ત્રણ વર્ષમાં 500થી પણ વધુ મહિલાઓને આમાં શામેલ કરવામાં આવશે અને ત્યારબાદ બીજા અન્ય શહેર કે રાજ્યમાં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
- Organized at Gujarat University : ડિજિટલ યુગમાં પુસ્તક વાંચનને પ્રોત્સાહન આપવા ફિક્કી મહિલા પાંખનો અનોખો પ્રયાસ
- યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા મહિલાઓ માટે કાર્યક્રમ યોજાયો
- women's startups: મહિલાઓ કરશે મહિલાઓના સ્ટાર્ટઅપમાં રોકાણ