ગુજરાત

gujarat

Ahmedabad News : અમદાવાદમાં કસ્ટ્રક્શન સાઈટનો સ્લેબ તૂટ્યો, એક મોત, બે મજૂર ઘાયલ

By

Published : Jul 1, 2023, 8:04 PM IST

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે ખાનગી કન્સ્ટ્રકશન સાઈટનો સ્લેબ તૂટી પડતા એકનું મોત થયું હતું અને 2 મજૂર ઈજાગ્રસ્ત થયા હતાં. ઘટનાને પગલે દોડી આવેલા અન્ય મજૂરો દ્વારા જણાવાયું હતું કે સાઇટ સુપરવાઇઝર ગુમ છે. ત્યાર બાદ શોધખોળ હાથ ધરતાં તેમનો મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યો હતો.

Ahmedabad News : અમદાવાદમાં કસ્ટ્રક્શન સાઈટનો સ્લેબ તૂટ્યો, એક મોત, બે મજૂર ઘાયલ
Ahmedabad News : અમદાવાદમાં કસ્ટ્રક્શન સાઈટનો સ્લેબ તૂટ્યો, એક મોત, બે મજૂર ઘાયલ

વૈષ્ણોદેવી સર્કલ પાસે બની ઘટના

અમદાવાદ : અમદાવાદના વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતાં ખાનગી કન્સ્ટ્રકશન સાઈટ કે જે રહેણાંક મકાનનું બાંધકામ ચાલતું હતું. તે દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં આ સાઈટ પર કામ કરી રહેલા સુપરવાઈઝરનું કાટમાળની નીચે દબાઈ જવાથી મૃત્યું થયું હતું અને 2 મજૂરોને ઈજા થઈ હતી.

એક મહિલા અને એક યુવક ઈજાગ્રસ્ત : અમદાવાદ અને ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ હતો. જે દરમિયાન વૈષ્ણદેવીથી ઝુંડાલ તરફ જવાના રસ્તા પર રહેણાંક મકાનોની સાઈટનું કામ ચાલી રહ્યું હતું. તે વખતે સાઈટ પર સ્લેબ ભરવાનું ચાલું હતું અને એકાએક સ્લેબ તૂટી પડ્યો હતો. જે વખતે એક મહિલા અને એક યુવક ઈજાગ્રસ્ત થયા હતા. જે ઘટના ઘટતાં આજુબાજુની સાઈટના મજૂરો દોડી આવ્યા હતાં અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

સાઈટ સુપરવાઈઝરનો મૃતદેહ કાટમાળ નીચેથી મળ્યો: જો કે આ સાઈટ પરથી સુપરવાઈઝર ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ તેમની શોધખોળ આરંભી હતી. અમદાવાદ અને ગાંધીનગરથી ફાયરબ્રિગેડને બોલાવીને સ્લેબના કાટમાળને હટાવાની કામગીરી કરી હતી. આખી રાત આ કામ ચાલ્યું હોવાનું કહેવાય છે. પણ વહેલી સવારે સાઈટ પર સુપરવાઈઝર સવન પ્રજાપતિ ઉંમર 37 વર્ષની છે અને તેઓ હિંમતનગરના છે, તેમનો મૃતદેહ કાટમાળ નીચેથી મળ્યો હતો.

પોલીસ ફરિયાદને પગલે તપાસ શરુ: કસ્ટ્રક્શન સાઈટના માલિકે ઘટના બની તેના 3 કલાક પછી ફાયરબ્રિગેડને ફોન કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ તો અડાલજ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરી છે કે કેવી રીતે સ્લેબ તૂટી પડ્યો હતો.

  1. Ahmedabad News : અમદાવાદમાં એક સ્લેબ તૂટ્યો, ફાયર વિભાગે 38 લોકોનું કર્યું રેસ્ક્યુ
  2. Valsad News : GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ સ્લેબ ધસી પડવાતા 4ના મૃતદેહ મળ્યા
  3. Tapi Bridge Collapse: મીંઢોળા નદી ઉપરના બ્રીજનો સ્લેબ તૂટતા કડક કાર્યવાહી કરાશે, સીએમનો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details