અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિરોધ અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ ઠેર ઠેર તેમજ રસ્તાની હાલત ખૂબ જ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 90થી પણ વધારે શહેરના અલગ અલગ જગ્યા ઉપર ભુવા પડ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીને અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો સુધારો થતો ન હોવાને કારણે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ કોગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરોડો પ્રિમોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. બીજી બાજુ માત્ર એક ઇંચ વરસાદ પડવાના કારણે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સામે આવતી હોય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસ દમ પર કૉંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના ભ્રષ્ટાચાર સામે ન આવે એટલે વિરોધ કરતા પણ અટકાવવામાં આવી રહ્યા છે...શહેઝાદખાન પઠાણ(વિપક્ષ નેતા, એએમસી)
કોગ્રેસ કોર્પોરેટરોની અટકાયત : અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવા જતા તમામ કોર્પોરેટર અને વિપક્ષ નેતા શહેઝાદખાનની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના વિરોધ કાર્યક્રમને પોલીસ પરવાનગી ન હોવા છતાં વિરોધ કરવામાં આવ્યો હતો જેના કારણે કોગ્રેસ કાર્યકર્તા, કોર્પોરેટર અને વિપક્ષ નેતાની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની અંદર વરસાદના પગલે ઘણાં વિસ્તારોમાં ખૂબ ખરાબ હાલત જોવા મળી રહી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 90થી વધારે ભુવા પડ્યા છે. જેના કારણે રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી કરીને અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. એકબાજુ અમદાવાદ શહેરમાં માત્ર બે ઇંચ વરસાદ વરસે તો પણ ઘૂંટણ સમા સુધીના પાણીનો ભરાવો જોવા મળે છે. તો બીજતરફ પ્રિમોન્સૂન કામગીરીના નામે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોેશન દ્વારા દર વર્ષ કરોડો રુપિયાનો ખર્ચે કરવામાં આવે છે. શહેરની વરસાદ બાદની સ્થિતિ ખરાબ રહે છે તો કરોડો રુપિયા શાના માટે ખર્ચવામાં આવે છે તેવા મુદ્દા પણ ઊભા થઇ રહ્યાં છે.
- Congress Protest SVP Hospital : વિવાદિત SVP હોસ્પિટલમાં વિપક્ષનો ઉગ્ર વિરોધ
- Banaskantha News: દબાણ દૂર કરવા સમયે ચીફ ઓફિસરે મહિલાને ગાળો ભાંડી, વિપક્ષ આકરા પાણીએ
- Ahmedabad News : AMC જનરલ બોર્ડમાં હાટકેશ્વર બ્રિજ મુદ્દો ફરી ઉઠ્યો, શું બધું ટાઢું પડી ગયું?