ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : બ્રિજની ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ 3 વર્ષ વધારીને 10 વર્ષની કરવા વિપક્ષની માંગ - કોંગ્રેસ દ્વારા માંગ

એએમસી સત્તાધીશો સમક્ષ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે બ્રિજ ડિફેક્ટ લાયબીલીટી પિરિયડ 3 વર્ષ વધારીને 10 વર્ષની કરવામાં આવે. હાટકેશ્વર બ્રિજની ઘટનામાં કોન્ટ્રાક્ટર દ્વારા આ મુદ્દે બચાવ રજૂ કરાયાં બાદ વિપક્ષ નેતા શહેઝાદ પઠાણ દ્વારા આ માંગ કરવામાં આવી હતી.

Ahmedabad News : બ્રિજની ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ 3 વર્ષ વધારીને 10 વર્ષની કરવા વિપક્ષની માંગ
Ahmedabad News : બ્રિજની ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ 3 વર્ષ વધારીને 10 વર્ષની કરવા વિપક્ષની માંગ

By

Published : Apr 14, 2023, 7:42 PM IST

ડિફેક્ટ લાયેબિલિટી 10 વર્ષ કરવામાં આવે

અમદાવાદ : અમદાવાદમાં તેજ વિકાસના નામે નબળી ગુણવત્તા ધરાવતા બ્રિજ બનાવાઇ રહ્યાં હોવાનો મોટો નમૂનો હાટકેશ્વર બ્રિજ બની ગયો છે. ત્યારે અમદાવાદના સતાધાર ચાર રસ્તા જંકશન નવો ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ 3 વર્ષ વધારીને 10 વર્ષની કરવામાં આવે. એએમસી સ્ટેડિંગ કમિટી ચેરમેન અને અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન કમિશનર સમક્ષ વિપક્ષ નેતા શહેઝાદ પઠાણ દ્વારા આ માંગ કરવામાં આવી હતી.

કમિશનરને આવેદન આપવામાં આવ્યું : અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકનું અતિ ભારણ ઘટે તે માટે મહત્વના સિગ્નલ પર વિવિધ બ્રિજોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા કે તૈયાર થયેલ અલગ અલગ બ્રિજ ગુણવત્તાને લઇને વિવિધ રીતે વિવાદમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વધુ એક બ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાવવામાં આવનાર છે. પરંતુ તે બ્રિજના બાંધકામની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં AMC વિપક્ષ દ્વારા વિરોધ રજૂ કરી સ્ટેડિગ કમિટી ચેરમેન તેમજ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Ahmedabad News : કોંગ્રેસે AMCનો કર્યો ઘેરાવ, બ્રિજ તો નાનું ઉદાહરણ દરેક વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

હાટકેશ્વર બ્રિજ બાદ પણ અન્ય બ્રિજમાં સમસ્યા :એએમસીમાં વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે જણાવ્યું હતું હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી હોય કે અધિકારી સુધરવાનું નામ લેતાં નથી. એકબાજુ 2017માં જે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ માટે ડિફેક્ટ લાયેબિલિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફક્ત 1 જ વર્ષ રાખ્યું હતું. જ્યારે હાટકેશ્વર બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર અને બ્રિજ તૂટવાની ઘટના સામે આવી તે બ્રિજની ડિફેક્ટ લાયેબિલિટી પિરીયડ ફક્ત 3 વર્ષનો જ હતો. કોન્ટ્રાક્ટરે પોતાનો બચાવ કરવામા જણાવ્યું હતું કે આ બ્રિજ તૈયાર થઈને 4 વર્ષ થઈ ગયા હતાં. જેના કારણે ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ પૂર્ણ થઈ ગયો છે.ત્યારે ડિફેક્ટ લાયેબિલિટી 10 વર્ષ કરવામાં આવે.

સતાધાર ચાર રસ્તા પર બ્રિજ બનાવવાનું કામ :વધુમાં શહેઝાદ પઠાણે જણાવ્યું હતું કે હજુ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધરવાની તૈયારી દર્શાવી રહ્યું નથી. જ્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના જ વિસ્તારની અંદર સતાધાર ચાર રસ્તા પર બ્રિજ બનાવવાનું કામ મૂકવામાં આવ્યું છે. આ બ્રિજ અંદાજિત 80 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે. જેનો ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ ફક્ત 3 વર્ષનો રાખવામાં આવ્યો છે. જેના લીધે કોંગ્રેસ પાર્ટી માંગ કરી છે કે આ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ 3 વર્ષ નહીં પરંતુ 10 વર્ષ કરવામાં આવે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડની કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમજ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો Ahmedabad News : મુખ્યપ્રધાનના મતવિસ્તારમાં બનશે ફ્લાય ઓવર બ્રિજ, કેટલો ખર્ચ અને કેવો હશે બ્રિજ જૂઓ

81 કરોડના ખર્ચે બનશે બ્રિજ : ઉલ્લેખનીય છે કે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં સતાધાર ચાર રસ્તા જંકશન નવો ફ્લાય ઓવર બ્રિજ કામની મંજૂરી આપવામાં આવી હતી અને હવે આજની સ્ટેન્ડીગ કમિટીમાં પણ આ કામ મુકવામાં આવ્યું છે. સતાધાર જંકશન પર બ્રિજ બનાવવામાં આવશે તે આગામી 24 મહિનામાં પૂર્ણ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ ફ્લાય ઓવરની લંબાઈ આશરે 975 મીટર જ્યારે પહોળાઈ 16.50 મીટરની રહેશે. આ જંકશનમાં ઓબ્લિગેટરી પબ્લિક ગેટરની સ્પાનની લંબાઈ 35 મીટર અને ક્લિયર ઊંચાઈ 5.50 રાખવામાં આવી છે.જે બ્રિજ અંદાજીત 81 કરોડના ખર્ચે મુકવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details