ગુજરાત

gujarat

ETV Bharat / state

Alert System Testing : સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ પરીક્ષણ, કુદરતી આપત્તિ સમયે ઉપયોગી સાબિત થશે - નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી

ગુજરાત એલએસએ દૂર સંચાર વિભાગ દ્વારા આપત્તિ સમય દરમિયાન કે કટોકટી સમયે સંદેશાવ્યવહાર યોગ્ય રીતે થાય તે માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ દ્વારા કુદરતી આપત્તિ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં મોબાઈલ એલર્ટ આપશે. જેથી કોઈ આફત બચવા માટે પહેલાથી જ એલર્ટ જોવા મળશે.

Alert System Testing : સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ પરીક્ષણ, કુદરતી આપત્તિ સમયે ઉપયોગી સાબિત થશે
Alert System Testing : સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ પરીક્ષણ, કુદરતી આપત્તિ સમયે ઉપયોગી સાબિત થશે

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 7:29 PM IST

ટેસ્ટીંગ સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ : કુદરતી આપત્તિ સમયે કે હોનારત વખતે મોબાઇલ નેટવર્કની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જેને કારણે કોઈપણ પ્રકારની આપ લે કરી શકાતી નથી. તેથી ખૂબ જ મોટી સમસ્યાઓ ઉભી થવાના ચાન્સ વધી જતા હોય છે. તેવા સમય દૂર સંચાર વિભાગ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સેલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટીંગ સફળતાપૂર્વક થયા બાદ સમગ્ર દેશમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

આ એલર્ટ સીસ્ટમ આવનાર દિવસોમાં લોકોને ખૂબ ઉપયોગી સાબિત થશે. આ ગુજરાતમાં જેટલી પણ નેટવર્ક કંપની છે તે લોકો તમામ લોકોના એલર્ટ જોવા મળશે. કુદરતી આપત્તિ સમયે આ એલર્ટ મળશે. જેમાં હવામાન વિભાગ, ભૂકંપ જેવી માહિતી પહેલા સમયથી જ પ્રાપ્ત થશે....આલોક શુક્લ ( ઉપનિર્દેશક, ગુજરાત દૂરસંચાર વિભાગ)

ટેસ્ટીંગ સફળતાપૂર્વક પૂર્ણ : ગુજરાત LSA દૂરસંચાર વિભાગ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઓથોરિટી તેમજ ગુજરાત સ્ટેડીજર્સ મેનેજમેન્ટ દ્વારા અમદાવાદ અને નજીકના વિસ્તારમાં આજરોજ સેલ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટીંગ મુશ્કેલી સમય દરમિયાન કે કટોકટીના સમય દરમિયાન જે તે વિસ્તારના લોકોને તરીકે સિસ્ટમ આપવામાં આવશે. જેથી કરીને તેમને બચાવ કામગીરી કે પોતે અગાઉથી રહી શકે તે માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દેશના મોટાભાગે રાજ્યમાં આ ટેસ્ટીંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ગુજરાતના અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં એક સાથે સમગ્ર દેશમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમની શરૂઆત કરવામાં આવશે.

મોબાઈલ પર એલર્ટ મળશે

આ ટેકનોલોજી શું છે? સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ આધુનિક ટેકનોલોજી છે. જે આપત્તિ સમયે અને સમય સંવેદન સંદેશા જે તે ભૌગોલિક વિસ્તારના અંદર આવતા તમામ મોબાઈલ ફોનને પણ મોકલવાની મંજૂરી આપે છે. પછી ત્યાંના નિવાસી હોય કે મુલાકાતઓ, તે તમામ લોકોને એક એલર્ટ આપવામાં આવશે. જેથી મહત્વપૂર્ણ કટોકટી સમયે તમામ લોકો સમયસર પોતાની સાવચેતી પણ રાખી શકે તે માટે ઉપયોગી થશે. સેલ બ્રોડકાસ્ટનો ઉપયોગ સામાન્ય રીતે કટોકટીની ચેતવણી આપવા માટે જ થાય છે. જેમાં સુનામી, ભૂકંપ, વાવાઝોડા જેવા સંકેતો આપશે. અલગ અલગ વિસ્તાર માટે અલગ અલગ સંકેતો રહેશે. જેમકે વધારે નુકસાનકારક હશે ત્યાં અલગ પ્રકારનું એલર્ટ હશે અને જ્યાં ઓછું નુકસાન થવાનું હશે તે જગ્યાએ પણ અલગ પ્રકારનું દર્શાવશે.

એલર્ટ મોબાઇલ નેટવર્ક દ્વારા પ્રાપ્ત થશે : ઉલ્લેખનીય છે કે સેલ બ્રોડકાસ્ટ ટેલર સિસ્ટમનું પરીક્ષણ દેશના મોટાભાગના રાજ્યમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સિસ્ટમ દેશના તમામ રાજ્યોમાં 31 ઓગસ્ટ પહેલા પૂર્ણ કરી દેવાની સૂચનાઓ પણ દૂરસંચાર વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર સિસ્ટમનું નિરીક્ષણ થયા બાદ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવશે. જેના કારણે કટોકટી કે કુદરતી કે આપત્તિ વખતે પહેલાથી જ જે તે વિસ્તારના લોકોને આપી દેવામાં આવશે. આ એલર્ટ મોબાઇલ નેટવર્ક દ્વારા પ્રાપ્ત થશે. જેના કારણે મોબાઇલમાં નેટવર્ક ઉપર તે સમયે ખૂબ જ જરૂરી છે.

1 મિનિટ સુધી સતત એલર્ટ કરશે : સેલ બ્રોડકાસ્ટ સીસ્ટમ દ્વારા આજ સફળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રભાવિત વિસ્તારના દરેક મોબાઇલમાં 1 મિનિટ સુધી એલર્ટ ચાલુ રહેશે. આ ઉપરાંત તમામ રાજ્યમાં અંગ્રેજી ભાષા સાથે જે તે રાજ્યની ભાષામાં પણ આ એલર્ટ સાથે મેસેજ પ્રાપ્ત થશે. જેથી તમામ લોકો તે મેસેજ વાંચી શકે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી થયો છે.

  1. જાણો આ વિદ્યાર્થીઓને મોબાઇલ નેટવર્ક વગર કઇ કઇ મૂશ્કેલીનો કરવો પડે છે સામનો
  2. Cyclone Biparjoy: અસરગ્રસ્ત જિલ્લા મોબાઇલ યુઝર્સ કોઈપણ કંપનીના નેટવર્ક યુઝ કરી શકશે
  3. ISRO's big announcement: સૂર્યનો અભ્યાસ કરવા માટે ભારતની પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા, આદિત્ય-L1 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details