ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન પેટન્ટ થઇ, ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે, સિવિલ મેડસિટીની સિદ્ધિ

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ડૉક્ટરે એન્જિનયરના સહયોગમાં ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન બનાવી છે. ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગનથી બોન મેરો અને બાયોપ્સી માટે ટિશ્યુ લેવાની પદ્ધતિ વધુ સરળ બનશે. આ તબીબી ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે.

Ahmedabad News : ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન પેટન્ટ થઇ, ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે, સિવિલ મેડસિટીની સિદ્ધિ
Ahmedabad News : ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન પેટન્ટ થઇ, ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે, સિવિલ મેડસિટીની સિદ્ધિ

By

Published : May 15, 2023, 6:57 PM IST

અમદાવાદ : અમદાવાદ સિવિલ મેડિસીટીમાં કાર્યરત ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (GCRI) ના ડૉક્ટરે બે એન્જિનયર્સની મદદથી ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન બનાવી છે. આ બાયોપ્સી ગનની મદદથી બોન મેરો અને બાયોપ્સી માટે ટિશ્યુ લેવાની પદ્ધતિ વધુ સરળ બનશે. વધુમાં આ અનોખા ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે. જે આગામી ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે.

વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો : શહેરના એક ડૉક્ટરે બે એન્જિનિયરો સાથે મળીને એક ઉપકરણ ડિઝાઇન કર્યું છે જે અસ્થિ બાયોપ્સી અને બોન મેરો ટીશ્યુ લેવાનું સરળ બનાવશે. જ્યારે બાયોપ્સી માટે હાડકાંમાંથી પેશી લેવી સામાન્ય રીતે પીડાદાયક હોય છે. ત્યારે ટીમે સેન્સર સાથેનું એક સ્વયંસંચાલિત ઉપકરણ વિકસાવ્યું છે. જે એક જ વારમાં તપાસ માટે હાડકાંમાંથી શ્રેષ્ઠ પેશી કાઢવામાં સક્ષમ હશે. આ ઉપકરણને ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન નામ આપવામાં આવ્યું છે. ટીમ દ્વારા આ પ્રકારનું ઉપકરણ જે બાયોપ્સી માટે આપમેળે કામ કરે છે તે વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

હાડકાંમાંથી બાયોપ્સી માટે ટીશ્યુ લેવાથી સામાન્ય રીતે પીડા થાય છે. સામાન્યત: અંદાજના આધારે આ પેશી ડ્રિલ જેવા મશીનમાંથી લેવામાં આવે છે. કેટલીકવાર દર્દીને એક કરતા વધુ વખત ટીશ્યુ લેવાની જરૂર પડે છે. યોગ્ય પેશી મળી છે કે નહીં તે જાણવું સરળ નથી. તદ્ઉપરાંત, આસપાસની ચેતાને નુકસાન થવાનું જોખમ રહેલું છે...અભિજીત સાલુંકે (ઓર્થોપેડિક કેન્સર સર્જન, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)

બાયોપ્સીની સમસ્યાના સંભવિત ઉકેલ : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IIT રામ), અમદાવાદના એન્જિનીયર ડૉ.રાઘવેન્દ્ર ભાલેરાવ અને ડૉ. કૃપા શાહને મળીને દર્દીઓના હાડકાંની બાયોપ્સીની સમસ્યાના સંભવિત ઉકેલ વિશે ડિવાઇસ વિકસાવવા રજૂઆત કરી હતી. જેના પરિણામે ડો. ભાલેરાવ અને ડો. શાહ (બંને એન્જીનિયરો) સાથે મળીને ત્રણ મહિનામાં ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન એક ઉપકરણ તૈયાર કર્યું છે જે બોન બાયોપ્સી અને બોન મેરો ટીસ્યુ મેળવવામાં સંપૂર્ણ રીતે સફળ છે.

તબીબી ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવાયું

બાયોપ્સી ગન ઓટોમેટિક :ડૉક્ટરે દાવો કર્યો છે કે અત્યાર સુધી દુનિયામાં ક્યાંય પણ આવું કોઈ ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન ઉપકરણ નથી. સેન્સર વિનાના મશીનો હાલમાં કાર્યરત હોવા છતાં સેન્સરવાળા ઉપકરણો ક્યાંય જોવા મળતા નથી. વધુમાં સોયના આગળના ભાગમાં સેન્સરની હાજરીને કારણે ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન ઓટોમેટિક સ્તરે કામ કરશે.

ઉપકરણની મદદથી હાડકાંમાં કેટલું ઊંડું અને કયા દબાણ સાથે જવું છે તે પણ જાણી શકાશે. એટલું જ નહીં, એક જ વારમાં બાયોપ્સી માટે યોગ્ય પેશી પણ ઉપલબ્ધ થશે. તેવી જ રીતે તે અસ્થિમજ્જા પેશીને લાવવામાં પણ સંપૂર્ણપણે સફળ થશે જે અસ્થિની મધ્યમાં છે. દર્દીઓને ઓછી તકલીફ થશે. અમારી હોસ્પિટલમાં દર વર્ષે સરેરાશ 600 જેટલી બાયોપ્સી કરવામાં આવે છે. આ પ્રકારના ડિવાઇઝ બાયોપ્સીને સચોટ, સરળ અને તેના પરિણામ શ્રેષ્ઠ બનાવશે... ડૉ. શશાંક પંડ્યા (ડાયરેક્ટર, ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ)

દર્દીઓની પીડા ઓછી થશે : ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરે વધુ માહિતી આપી હતી કે આ પ્રકારના આધુનિક ઉપકરણ એક જ વારમાં હાડકામાંથી પેશીઓનું બાયોપ્સી કરવાની મંજૂરી આપશે.જેના કારણે દર્દીઓની પીડા ઓછી થશે અને રિકવરી પણ ઝડપથી થશે. ફરીથી અને ફરીથી પરીક્ષણ કરવાની જરૂર રહેશે નહીં. નસ વગેરે કાપવાનું જોખમ પણ ઓછું રહેશે. એકંદરે આવા ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન ઉપકરણથી દર્દીઓને ફાયદો થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details