ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશની હોદ્દેદારો સાથે પ્રદેશની બેઠક સંપપન્ન

બુથ પ્રમુખથી લઈને સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ સુધી અલગ અલગ 14 જેટલા વિભાગોમાં યુવા આગેવાની કાર્ય કરે તેના માટે આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. માર્ચ મહિનાની શરૂઆતમાં એટલે કે 1લી માર્ચ થી 15 માર્ચ સુધીમાં આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં યુવાનોને જવાબદારી આપવા હેતું સમયાંતરે આવી બેઠકનું આયોજન કરવામાં આવે છે.

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશની હોદ્દેદારો સાથે પ્રદેશની બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશની હોદ્દેદારો સાથે પ્રદેશની બેઠક યોજાઈ

By

Published : Mar 2, 2023, 1:27 PM IST

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશની હોદ્દેદારો સાથે પ્રદેશની બેઠક યોજાઈ

અમદાવાદ:ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશના હોદ્દેદારો સાથે પ્રદેશની બેઠક યોજાઈ હતી. જેમાં યુવા મોરચા દ્વારા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં યોજવામાં આવેલા કાર્યક્રમો અને આગામી માર્ચ મહિનામાં યોજાનારા કાર્યક્રમોની આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બૂથમાં જવાબદારી:હાલમાં પાર્ટી દ્વારા સમગ્ર પ્રદેશમાં જે રીતે બુથ સશક્તિકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેમાં યુવા મોરચાના મુખ્ય ભૂમિકા છે. યુવા મોરચા દ્વારા આગામી સમયમાં દરેક શક્તિ કેન્દ્ર અને દરેક બૂથમાં જઈને બુથ સમિતિમાં ડિજિટલાઈઝેશન અને સાથે સાથે નવા યુવાનો એટલે કે 18 થી 30 વર્ષ સુધીના યુવાનોને બૂથમાં જવાબદારી આપવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad Bus Service: AMTSને મળી 2200થી વધારે ફરિયાદ, ટિકિટથી સ્ટોપેજ સુધીની રાવ

ચર્ચા કરવામાં આવી:બુથ પ્રમુખથી લઈને સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ સુધી અલગ અલગ 14 જેટલા વિભાગોમાં યુવા આગેવાની કાર્ય કરે તેના માટે આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. માર્ચ મહિનાની શરૂઆતમાં એટલે કે 1લી માર્ચ થી 15 માર્ચ સુધીમાં આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત બુથ સશક્તિકરણ ચાલી રહ્યું છે. તેમાં જિલ્લાના અધ્યક્ષ અને પ્રભારી દરેક શક્તિ કેન્દ્રમાં પ્રવાસ કરી સંપૂર્ણ માહિતી મેળવશે. દરેક યુવા કાર્યકર્તાને માહિતી આપશે.સાથે સાથે બુથ સશક્તી કરણમાં વધુ ને વધુ યુવા કાર્યકરો જોડાય તે માટે આવનારા સમયમાં કરવામાં આવનાર કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો Ahmedabad Corporation Action Plan: હોસ્પિટલમાં અલગથી હીટ સ્ટ્રોકનો વૉર્ડ તૈયાર કરાશે

સપ્તાહ દિવસની ઉજવણી:ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો બોર્ડની પરીક્ષા વખતે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા પરીક્ષા સ્થળોએ પહોંચી પુષ્પગુચ્છ સાથે પરીક્ષાર્થી ઓનું સ્વાગત કરશે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દરેક વખતે 23 માર્ચે શહીદ સપ્તાહ દિવસની ઉજવણી કરે છે. તે રીતે આ વખતે પણ 23 માર્ચ થી 31 માર્ચ સુધી યુવા મોરચા દ્વારા જે તે જિલ્લામાં સ્વાતંત્ર્ય સેનાનીના ઘરે જઈ તેનું સન્માન કરે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, સમયાંતરે થકી આવી બેઠકોમાં આગામી ચૂંટણી અંગે પણ તૈયારીઓ થતી રહે છે. ભાજપની યુવાપાંખ તરફથી આવી બેઠકમાં ઘણી જવાબદારીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details