ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : સાંસદ કિરીટ પટેલે અટલબ્રિજ પહોચી કહી મોટી વાત - અટલ બ્રિજ

અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવાયેલા અટલ બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં અટલ બ્રિજ વોક વેનો કાચ તૂટ્યો હતો તેને ટેકનિકલ વસ્તુ ગણાવીને સાંસદે વિકાસકાર્યોના સંભારણાં વર્ણવ્યાં હતાં.

Ahmedabad News  : સાંસદ કિરીટ પટેલે અટલબ્રિજ પહોચી કહી મોટી વાત
Ahmedabad News : સાંસદ કિરીટ પટેલે અટલબ્રિજ પહોચી કહી મોટી વાત

By

Published : Apr 12, 2023, 5:47 PM IST

અટલ બ્રિજ વોક વેનો કાચ તૂટ્યો હતો તે ટેકનિકલ વસ્તુ

અમદાવાદ : અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ આજ સવારે અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે એક સમય સાબરમતી નદી જે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હતો તે આજ ગુજરાતના વિકાસનું રોલ મોડલ છે. અહીંયા માત્ર ગુજરાત દેશ જ પરંતુ દેશના લોકો પણ અટલબ્રિજ અને સાબરમતી રિવફ્રન્ટની મુલાકાત કરી રહ્યા છે. આગામી સમયમાં અમદાવાદમાં બુલેટ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવશે.

અટલ બ્રિજની મુલાકાત :અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ તેમજ સાબરમતી નદી ઉપર બનાવેલ અટલ બ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ, તેમજ કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન સમયગાળામાં ગુજરાતનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યો છે અને તે વિકાસના મોડલ થકી દેશના વડાપ્રધાનના પદ પર છેલ્લા 9 વર્ષથી હવે દેશનો વિકાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો Atal Bridge Ahmedabad: અટલબ્રિજ પર મોટી દુર્ઘટના થતા થતા અટકી, કાચમાં પડી તિરાડો

9 વર્ષમાં દેશનો અવિરત વિકાસ :સાંસદ કિરીટ પટેલે જણાવ્યું હતું કે આપણો દેશ 1947માં આઝાદ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કેટલીય સરકાર આવી, પણ હજુ જે છેલ્લા 9 વર્ષ થયો છે તેટલો વિકાસ ક્યાં જોવા મળ્યો નથી. આ દેશમાં ભરપૂર ક્ષમતા હતી કે તેનો ભરપૂર વિકાસ કરી શકાય. પણ તે સદભાગ્ય આપણને મળ્યું અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો અવિરત વિકાસ કરી રહ્યા છે. તેમણે ગુજરાતમાં પણ 13 વર્ષથી શાસન કર્યું હતું તેમને ગુજરાતનો પણ વિકાસ કર્યો જેનો ઉત્તમ નમૂનો સાબરમતી નદીમાં જોવા મળી રહ્યો છે.

સાબરમતી નદી અસામાજિક તત્વોનો અડ્ડો હતો : વધુમાં જણાવ્યું હતું કે આ સાબરમતી નદી એક સમયેે અસામાજિક તત્વો અડ્ડો બની ગયો હતો. સાબરમતી નદીના કિનારે ચારેય બાજુ ગંદકી જોવા મળતી હતી. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતીની રોનક બદલીને આજ દેશમાં સાબરમતી નદીનો નજારો જોવા લોકો અહીંયા આવી રહ્યા છે. ગુજરાતનો વિકાસ જોઇને દેશની જનતાએ મન બનાવ્યું કે અમારાં રાજ્યમાં પણ ગુજરાત જેવો વિકાસ થવો જોઇએ અને તેથી દેશની જનતાએ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન તરીકે દિલ્હીમાં બેસાડ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કર્યું છે. વિદેશની ધરતી પર પણ ભારત દેશની સામું જોવાનું નજરિયો બદલાયો છે.

આ પણ વાંચો અટલ બ્રિજની સુંદરતા ડ્રોન કેમેરામાં થઈ કેદ, જૂઓ વીડિયો

સાબરમતી નદી જોવાનો નજરિયો અલગ :સાબરમતી નદીના પ્રદૂષિત પાણી અંગે પ્રશ્નો જવાબ આપતા જણાવ્યા હતું કે પહેલા સમગ્ર સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી જોવા મળતું હતું. હવે તે જોવા મળતું નથી. દરેક વ્યક્તિની જોવાની નજર અલગ અલગ હોય છે કે લોકો કઈ દ્વષ્ટિએ તેને જોવે છે. પરંતુ હકીકતમાં તો સાબરમતી રિવરફ્રન્ટ સુધી પાણી જોવા મળી રહ્યું છે. વાસણા બેરેજ બાદ કેમિકલયુક્ત પાણી મોટા પ્રમાણ છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીના કિનારે વસેલા ગામડા તે પાણીની મદદથી ખેતી કરતા હોય છે. સાથે ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી પણ સાબરમતી નદી જ ગણવામાં આવે છે.

અટલ બ્રિજ કાચ તૂટવો એ ટેક્નિકલ વસ્તુ : સાબરમતી નદી પરના અટલ બ્રિજ વોક વેનો કાચ તૂટ્યો તે મુદ્દે કિરીટ પટેલે જણાવ્યું હતું કે અટલ બ્રિજની જે જાહોજલાલી છે તેને ટેક્નિકલ વસ્તુ સાથે સરખાવવી ન જોઈએ. જોકે વાલ એ થાય છે કે અટલ બ્રિજ પર મઘ્ય ભાગમાં કાચ મૂકવામાં આવ્યા જેના ઉપરથી સાબરમતી નદીનું પાણી જોઈ શકાય છે. તે કાચ એટલા મજબૂત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો કે આ કાચ 1000 કિલો વજનની કેપિસિટી ઝીલી શકે છે. ત્યારે આવા દાવા વચ્ચે માત્ર 7 મહિનામાં આ કાચ તૂટી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details