અમદાવાદ : અમદાવાદ શહેરના માર્ગો પર લાખો મુસાફરોને લઇને દોડતી જાહેર પરિવહનની બસો દ્વારા અકસ્માતોના બનાવોમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં 5 મહિનામાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દ્વારા 300થી વધુ અક્સ્માત થયા છે. જેમાં ત્યાર સુધી 13 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 13 જેટલી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તથ્ય પટેલ અક્સ્માત બાદ અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેના થકી અમદાવાદ શહેરની જનતા ટ્રાફિકનું પાલન કરી શકે અને જેના કારણે ટ્રાફિકના કારણે અક્સ્માત ઘટાડી શકાય. પરંતુ અમદાવાદ શહેરમાં ચાલતી ATMS અને BRTS દ્વારા અક્સ્માતના કેસ સામે આવ્યા રહ્યા છે. જેમાં છેલ્લાં 5 મહિનામાં ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે...શહેઝાદખાન પઠાણ (વિપક્ષ નેતા)
300થી વધુ અક્સ્માત : અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસ અને બીઆરટીએસ બસ દ્વારા શહેરમાં 300થી વધુ અક્સ્માત સર્જયા છે. જેમાં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે. જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે. જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
માત્ર દંડનીય કાર્યવાહી : ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસfપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એએમટીએસ બસ અને બીઆરટીએસ બસ ચલાવવામાં આવી રહી છે. પૂરઝડપે ચાલતી એએમટીએસ બસ અને બીઆરટીએસ બસે અનેક રાહદારીઓને ઝપટમાં લીધા છે. જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પાડયો છે. તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા માત્ર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.
- Ahmedabad News : એએમટીએસ બસ ટાંક કોન્ટ્રાક્ટરનો બસ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો
- Ahmedabad Accident: વિશાલા સર્કલ પર પૂરઝડપે આવતી AMTS બસે રિક્ષા સહિતના વાહનોને લીધા અડફેટે, 2 ઈજાગ્રસ્ત
- અમદાવદમાં વધુ એક બીઆરટીએસ બસ અકસ્માત, બે પેસેન્જરને સામાન્ય ઇજા