વેપારીના પુત્રનું અપહરણ કરી 2 કરોડની ખંડણી માંગનાર આરોપીઓ પોલીસ સકંજામાં અમદાવાદ:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં રાજ સેન્ગુદર અને મોહન ગવંડર નામના બે શખ્સોની (accused who kidnapped businessmans son )ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ તમિલનાડુના છે અને હાલ મણિનગર રહે છે. બે આરોપીઓએ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી (demanded ransom of 1 crores are ) હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ એનાલિસિસ થી આરોપીઓની ધરપકડ કરી છે.
70 લાખનું દેવું:પકડાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી મોહન રાજ સેન્ગુદર અગાઉ બેન્ક એકાઉન્ટ ખોલવાનું અને લોન આપવાનું કામ કરતો હતો અને તે દરમિયાન તેણે આ વેપારીનું એકાઉન્ટ પણ ખોલ્યું હતું. પણ છેલ્લા અનેક સમયથી આરોપીને શેર બજારમાં 70 લાખનું દેવું થઈ જતા તેણે અપહરણ અને ખંડણી માટેની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
ટાર્ગેટ કર્યો:મોહન રાજ અને મોહન ગવંડર હાલ મણિનગરમાં રહેતા હતા. મુખ્ય આરોપી મોહન રાજ ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. ભૂતકાળમાં ફરિયાદીના પરિવારના બેંક એકાઉન્ટ ખોલાવવા તેમના બાળકને વિદેશ મોકલવા સહિતની પ્રક્રિયા કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા મોહન રાજે નિભાવી હતી. કોઈક કારણોસર નોકરી છૂટી છતાં મોહન રાજે અપહરણ કરવા કાવતરું રચી, ખૂન કરવાની ધમકી આપી હતી. આરોપીને લાગ્યું કે આ વેપારી સદ્ધર છે અને કઈક મળી રહેશે એટલે ટાર્ગેટ કર્યો હતો. પણ પોલીસે તેને ટેક્નિકલ એનાલિસિસથી ઝડપી પાડયા હતા.
ટેક્નિકલ એનાલીસીસ:આરોપીઓએ પહેલા ફોન કર્યા હતા અને ફેક ઇમેઇલ આઈડી બનાવી આ કાવતરું રચ્યું હતું. તો આરોપીઓ વેપારીના પરિવાર ને સોશ્યલ મીડિયા પર ટ્રેક કરી રજેરજની માહિતીઓ પણ એકત્રિત કરતા હતા. ઉલ્લેખનીય છે કે, મોહન રાજ સાયબર એક્સપર્ટ છે. તે પોલીસને પણ ભૂતકાળમાં કેટલાક કેસમાં મદદ કરી ચૂક્યો છે. પોલીસને મદદ કરનાર એ એક વેપારીને ધમકાવી પૈસા પડાવવાનો વિચાર તો કર્યો પણ પોલીસ તેના કરતા એક કદમ આગળ નીકળી અને આખરે બને આરોપીઓને ટેક્નિકલ એનાલીસીસ થી જ ઝડપી પાડયા હતા.