ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદ શહેરમાં અકસ્માતોનો મુદ્દો એએમસી સભામાં ગાજ્યો, વિપક્ષ દ્વારા આંકડા સાથે તડાફડી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે સત્તાપક્ષ પર ઈસ્કોન બ્રિજ તેમજ અમદાવાદ શહેરના રોડ રસ્તાને લઈને ભારે પ્રહાર કર્યા હતાં.

Ahmedabad News : અમદાવાદ શહેરમાં અકસ્માતોનો મુદ્દો એએમસી સભામાં ગાજ્યો, વિપક્ષ દ્વારા આંકડા સાથે તડાફડી
Ahmedabad News : અમદાવાદ શહેરમાં અકસ્માતોનો મુદ્દો એએમસી સભામાં ગાજ્યો, વિપક્ષ દ્વારા આંકડા સાથે તડાફડી

By

Published : Aug 10, 2023, 4:49 PM IST

રોડ રસ્તાને લઈને પ્રહાર

અમદાવાદ : આજે અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ કોંગ્રેસે અમદાવાદ શહેરમાં થઇ રહેલ અકસ્માતના આંકડા જાહેર કર્યા હતા. સાથે કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેરમાં મોટાભાગના રોડ પર ફુટપાથ જોવા મળતી નથી જેના કારણે લોકો રોડ પર ચાલવવા મજબુર બને છે. જેના કારણે અકસ્માત થવાના કારણે લોકો મોત થઇ રહ્યા છે.

અંતિમ માસિક સામાન્ય સભા : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પક્ષના તમામ કમિટી ચેરમેન અને શહેરના મેયરની અઢી વર્ષ ટર્મ પુરી થાય એ પહેલાં આજે ગુરુવારે અંતિમ માસિક સામાન્ય સભા મળી હતી. જેમાં અમદાવાદ શહેરમાં થયેલ વિકાસના કામો તેમજ બાકી રહેલા કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત ધ્યાનમાં લઈને શહેરની સ્થિતિને લઈ એએમસી કામગીરીને લઈને આકરા પ્રહાર કરાયાં હતા.

ઈસ્કોન બ્રિજ મુદ્દે એએમસીએ રાજ્યસરકારને જણાવ્યું હતું કે આ રોડ પર એએમસીને કાંઈ લેવાદેવા નથી. આ રોડ કેન્દ્ર સરકાર હસ્તક આવે છે. પરંતુ એએમસી દ્વારા જનતા માટે ટ્રાફિક, રોડ, સ્ટ્રીટ લાઈટ તમામ વસ્તુ એએમસી બનાવી દે છે. પંરતુ શહેરની જનતા રોડ બાજુ ચાલવામાં માટે ફૂટપાથ જોવા મળતી નથી...શહેઝાદખાન પઠાણ(વિપક્ષ નેતા, એએમસી)

રોડ પર ફૂટપાથ જોવા મળતી નથી : તેમણે વધુમાં જણાવ્યું હતુ કે અમદાવાદ શહેરમાં 2634 જેટલા રોડ નેટવર્ક છે. જેમાં 60 ફૂટના રોડની સંખ્યા 1729 છે. 60 થી 200 ફૂટ 906 જેટલા રોડ છે. જેમાં શહેરમાં 731 જેટલા રોડ પર ફૂટપાથ છે. બાકીના રોડ પર ફૂટપાથ જોવા મળતી નથી તેવો આક્ષેપ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકતી નથી પણ ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધરવાનું નામ લેતું નથી.

અમદાવાદ મહાનગરપાલિકાની જે ફૂટપાથ વાત કરી પરંતુ જે રોડ પર કામ ચાલુ છે. તે રોડ પર ફૂટપાથનું કામ ચાલુ છે..સિંધુ ભવન, કાલુપુર બ્રિજ જેવા વિસ્તારમાં ફૂટપાથ બનાવવાનું કામ ચાલુ છે. વિપક્ષ દ્વારા નેશનલ હાઇવે પરની ઘટનાને એએમસી પર ઢોળી દેવી એ યોગ્ય નથી. AMC દ્વારા તમામ વોર્ડને ધ્યાનમાં રાખી વિકાસ કરવામાં આવે છે. બજેટમાં જે પણ કામ મુકવામાં આવ્યા હતા તે મોટાભાગના કામ પૂર્ણ થયા છે. અમુક કામ કોઈ કારણસર થયા નથી. એએમસી દ્વારા અમદાવાદ શહેરના બ્રિજ, ખારીકટ કેનાલ જેવા મોટા પ્રોજેકટ પર કામ કરી રહ્યાં છીએ...હિતેશ બારોટ(ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, એએમસી )

અકસ્માતમાં મોતનું પ્રમાણ : કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર અકસ્માતમાં 11 નંબરે જોવા મળી રહ્યું છે.જેમાં 2020માં 1085 અકસ્માત સાથે 14 નંબરે હતું. જયારે 2021માં 1549 જેટલા અકસ્માત સાથે 11 નંબરે છે. આમ અમદાવાદ શહેરમાં કુલ 2634 જેટલા અકસ્માત થયા છે. જેમાં 700 જેટલા લોકોના મોત પણ થયા છે.એટલે કહી શકાય છે કે 25 ટકા લોકોના મોત અકસ્માત થયા છે.

ઓવરસ્પીડના બેનર જોવા મળતા નથી : અમદાવાદ શહેરના 2623 જેટલા રોડ પર ઓવરસ્પીડના બેનર જોવા મળતા નથી. અમદાવાદ શહેરમાં 200 જેટલા ઓવરસ્પીડ બેનર જોવા મળી રહ્યા છે. AMC અને ટ્રાફિક પોલીસ દ્વારા 6500 જેટલા કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાંથી 5500 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમાંથી 130 જંકશન પરથી જ ઈમેમો આપવામાં આવે છે.

  1. Ahmedabad News : એએમસી નર્સરીમાં ગાંજાનો છોડ મળ્યો, બીજી આ જગ્યાએ પણ મળ્યો, કોર્પોરેશને બચાવ કર્યો
  2. Ahmedabad News : ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ એએમસી સત્તાધીશો જાગ્યાં, શહેરના 84 બ્રિજ પર સીસીટીવી લગાવશે
  3. Gujarat High Court News : રખડતા ઢોર નિયંત્રણ માટે એએમસી બાઉન્સરોનો ઉપયોગ કરશે, હાઇકોર્ટમાં ખરાબ રસ્તા અને રખડતા ઢોરનો મામલો

ABOUT THE AUTHOR

...view details