અમદાવાદ: અમદાવાદમાં એક દર્દીના પિત્તાશયની બીમારીથી પીડિત દર્દીનું ઓપરેશન કરવામાં એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જેમાં તબીબોની નોંધપાત્ર સિદ્ધિરુપે 630 પથરીઓ કાઢવામાં સફળતા મળી હતી. ખાનગી હોસ્પિટલની તબીબી ટીમે સિકલ સેલ રોગથી પીડિત દર્દીમાંથી પિત્તાશયની 630 પથરી સફળતાપૂર્વક દૂર કરી હતી. ત્યારબાદ દર્દીનું આરોગ્ય સુધર્યું છે અને સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઇ રહ્યો છે.
અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સારવાર:પિત્તાશયના રોગનો તેમ જ સિકલસેલથી પીડિત આ દર્દી અવરોધક કમળો અનુભવ કરી રહ્યો હતો.આ પ્રકારની સ્થિતિ પિત્તાશયમાં પથરીની હાજરીને કારણે અવરોધિત પિત્ત પ્રવાહને કારણે થતી હોય છે. ત્યારે ખાનગી હૉસ્પિટલ ખાતેની અનુભવી અને નિપુણતા તથા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેંગીઓપેનક્રિએટોગ્રાફી (ઈઆરસીપી) નો ઉપયોગ કરીને સ્ટેન્ટ મુકી હતી. તે પછી ગોલ બ્લેડર દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક કોલિસ્ટેકટોમીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શસ્ત્રક્રિયાના કારણે ગોલ સ્ટોન્સ દૂર થયા હતા અને બાઈલ ફલો સામાન્ય કરી શકાયો હતો.