ગુજરાત

gujarat

ETV Bharat / state

નવરાત્રિ આયોજકોએ ગરબા આયોજનોને આપ્યો આખરી ઓપ, સરકારની મંજૂરીની રાહ

રાજ્યમાં ગરબાના આયોજન અંગે વિચારણાઓ થઇ રહી છે. ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓએ નવરાત્રી માટે તૈયારીઓને પણ આખરી ઓપ આપી દિધો છે. પરંતુ સરકાર આ નિર્ણય અંગે અસમંજસ જોવા મળી રહી છે.

અમદાવાદઃ નવરાત્રી આયોજકોએ ગરબા આયોજનોને આપ્યો આખરી ઓપ, સરકારની મંજૂરી અંગે જોવાઈ રહી છે રાહ
અમદાવાદઃ નવરાત્રી આયોજકોએ ગરબા આયોજનોને આપ્યો આખરી ઓપ, સરકારની મંજૂરી અંગે જોવાઈ રહી છે રાહ

By

Published : Sep 13, 2020, 9:56 AM IST

અમદાવાદઃ રાજ્યમાં ગરબાના આયોજન અંગે સરકાર હાલતમાં જોવા મળી રહી છે. કારણ કે, ગરબા કરવા તો કયા આયોજન હેઠળ કરવા તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને અમદાવાદના ખેલૈયાઓએ નવરાત્રી માટે તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો આયોજકો પણ ગરબા આયોજન માટે તૈયાર હોવાનું જણાવી રહ્યા છે. આયોજકો કોવિડ-19ની ગાઈડ લાઈન પ્રમાણે ગરબાનું આયોજન કરવા માટે તૈયારી દર્શાવી છે. આયોજકો દર્શકો દ્વારા કરતા ખેલોને વધુ મહત્વ આપશે તેમ જણાવી રહ્યા છે. ખેલૈયાઓ માની રહ્યા છે કે, સરકારે નવરાત્રી માટે મંજૂરી આપી દેવી જોઈએ. ખેલૈયાઓએ સરકારની ગાઇડ લાઇનનો કડક અમલ કરવાની સાથે ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનની તૈયારીઓ પણ હાલ દર્શાવી છે.

અમદાવાદઃ નવરાત્રી આયોજકોએ ગરબા આયોજનોને આપ્યો આખરી ઓપ, સરકારની મંજૂરી અંગે જોવાઈ રહી છે રાહ
અમદાવાદમાં નવરાત્રી આયોજકોનું માનવું છે ખૂબ જ કઠિન કામ છે કારણ કે કોરોનાનો ડર છે. આયોજકોને પોતાને પણ આયોજક તરીકે એક સિક્યુરિટી આપવાની ઈચ્છા દર્શાવી છે. જો કે, બીજી બાજુ ગુજરાતના ગરબાના મોટા આયોજનો આ વર્ષે જોવા નહીં મળે. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિતના શહેરોમાં મોટા ગરબાના આયોજકોએ સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોનાના કારણે તેઓ કોઈપણ પ્રકારનું જોખમ લઈ શકે તેમ નથી તેના માટે લોકોની સુરક્ષા જ સૌથી પહેલી પ્રાથમિકતા છે.

જ્યારે ગુજરાતના ટોપ સંચાલકોને પૂછવામાં આવ્યું કે, તેઓ આ વર્ષે ગરબા આયોજન કરશે કે નહીં, ત્યારે આયોજકોમાં પણ વિરોધા ભાષ જોવા મળી રહ્યો છે. કેટલા આયોજકોનું માનવું છે કે, કોરોના ગાઈડલાઈનનું પાલન કરી આયોજન કરવા માટે પણ અમે તૈયાર છીએ. કારણકે ગરબા આયોજનની પાછળ મોટી સંખ્યામાં લોકોની રોજગારી જોડાયેલી છે. સાઉન્ડ સિસ્ટમ લાઈટ ડેકોરેશન મંડપ ડેકોરેશન તથા અન્ય જરૂરિયાત જેવા લોકોની રોજગારીઓ જોડાયેલી છે, ત્યારે સરકાર તેમની રોજગારી ઉપર ફરી એક વખત તળાપ કરી રહી છે. સરકારના આદેશને હાલ આવકારીએ છીએ સરકાર નવરાત્રી અંગે થઈને નિર્ણય કરે તો બીજી તરફ લોકાએ અમદાવાદનું એક સ્ટેડિયમ પણ હાલ બુક કરવાની ચર્ચામાં છે. સરકાર જેવી મંજૂરી આપે તેવી સ્ટેડિયમ પણ બુક થઈ જશે સાથે જ મારી સાઉન્ડ સિસ્ટમ તથા અન્ય જરૂરિયાતનો સામાન પણ અમે તૈયાર રાખીને નવરાત્રીની આખરી ઓપ કેવી રીતે આપવો તે માટે કટિબદ્ધ બન્યા છે.

આયોજકો સરકાર સામે પણ બાયો ચઢાવવા ક્યાંક જોવા મળી રહ્યા છે. કારણ કે, તેમનું માનવું છે કે મોટા આયોજકોને કોઈ બાબત તો નુકસાન ભોગવવું પડતું નથી તેના કારણે તેઓ નવરાત્રિ મોકૂફ રાખી હતી. તેમને કોઈ ફેર પડવાનો નથી તો બીજી તરફ નાના ગરીબ અને સામાન્ય વર્ગના લોકો નવરાત્રી થશે તો અનેક રોજગારીને પામશે. ત્યારે હવે જોવું રહ્યું છે સરકાર નવરાત્રી અંગે હાલ અસમંજસમાં જોવા મળી રહી છે ત્યારે નવરાત્રી આયોજકોને ખુશ કરે છે કે, પછી તેઓને નિરાશા સાંપડે છે.

ABOUT THE AUTHOR

...view details