મનપાની પ્રાથમિક શાળાનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપાયું અમદાવાદ :રાજ્યમાં સરકાર હવે નવી સરકારી શાળા શરૂ કરવામાં આવી નથી. પણ સરકારી શાળા ખાનગી સંસ્થાને ચલાવવા આપવામાં આવી રહી છે. તેવી જ રીતે અમદાવાદ નગર શિક્ષણ સમિતિ દ્વારા એલીસબ્રિજ પ્રાથમિક શાળા નંબર 6ને ખાનગી સંસ્થાને સંચાલન માટે આપવામાં આવી છે. આ પ્રાથમિક શાળાને સેવાભાવી સંસ્થા વિદ્યા ભારતીને 15 વર્ષ સુધી સંચાલન માટે આપવામાં આવી છે.
AMCનું મોનિટરિંગ :આ અંગે ડો. સુજય મહેતાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા 459 જેટલી શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી 1 લાખ 66 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બાળકો વધુ સારું શિક્ષણ મળી રહે તે હેતુથી એલિસબ્રિજ પ્રાથમિક શાળા નંબર 6 વિદ્યા ભારતી સેવાભાવી સંસ્થાને ચલાવવામાં આપી છે. જેમાં તેને રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમનું ફરજિયાત કરવાના રહેશે. આ ઉપરાંત દર વર્ષે તે શાળાનું મોનિટરિંગ અને સમીક્ષા પણ AMC દ્વારા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 20 જેટલા બાળકોને નિશુલ્ક અભ્યાસ કરવાનો રહેશે અને તેનો રિપોર્ટ ત્રણ મહિને એક વાર રજૂ કરવાનો રહેશે.
વિદ્યાર્થીઓની વધુ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાભારતી સંસ્થા દ્વારા એલિસબ્રીજ શાળા નંબર 6 ચલાવવાનો પ્રસ્તાવ કરવામાં આવી રહ્યો હતો. આખરે અમદાવાદ નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાને 15 વર્ષ સુધી વિદ્યા ભારતી સંસ્થાને ચલાવવા આપવામાં આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના તમામ નિયમોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે.-- ડો. સુજય મહેતા (સ્કૂલ બોર્ડ ચેરમેન, AMC)
સરકારી નિયમોનું પાલન : પ્રાથમિક શાળાને વિદ્યાભારતી સંસ્થાને 15 વર્ષ સુધી સંચાલન માટે આપવામાં આવી છે. જેમાં દર વર્ષે 25 ટકા બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવાનો ફરજિયાત રહેશે. આ ઉપરાંત આગામી સમયમાં જરૂર લાગે તો અમદાવાદના શિક્ષણ પ્રાથમિક સમિતિ કોઈપણ પ્રકારના નિયમમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. ઉપરાંત આ શાળામાં શિક્ષકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અન્ય શાળામાં મુકવામાં આવ્યા છે. આ શાળા માટે વિદ્યા ભારતી સંસ્થાએ સ્વખર્ચે જ નવા શિક્ષકોની નિમણૂક કરવાની રહેશે.
વિપક્ષે AMCના નિર્ણય પર પ્રશ્નો ઊભા કર્યા વિપક્ષના ચાબખા : આ અંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાઇવેટ સેક્ટર તરફ જઈ રહ્યું છે. જનતાના પૈસાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ શાળાને પણ એક ખાનગી સંસ્થાને સંચાલન કરવા આપવામાં આવી હતી. તેમાં પણ 20 ટકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળકોને નિશૂલ્ક પ્રવેશ આપવામા આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ ત્યાં બાળકો RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો નથી. આ શાળામાં પણ નિયમોનું પાલન થશે કે નહીં તે હજુ ચોક્કસ કહી શકાય નહીં. જો આ નિયમનું પાલન નહીં કરે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના પર કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જ મહત્વનું રહેશે.
- અમદાવાદમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા એએમસીએ નવું વિચાર્યું, આ મુદ્દે સરકારને પત્ર લખ્યો
- પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો