અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં શોએબ થરાદવાલાની ચકચારી હત્યાની ઘટના (murder for breaking engagement) બનાવા પામી હતી. પોતાની માસીની દીકરી સાથે શોએબની સાત વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ સગાઈ (ahmedabad murder for breaking engagement) થઈ હતી. જે સગાઈ તૂટવાને કારણે અવારનવાર સામસામે સામાન્ય ઝઘડાઓ થતા હતા. આજ સામાન્ય ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું.
સગાઈ તૂટવાના કારણે માસાએ જ શોએબનું કાસળ કાઢી નાખ્યું - ahmedabad murder for breaking engagement
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે, ત્યારે ગાયકવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટના (murder for breaking engagement) બનવા પામી હતી. જે ઘટનામાં આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે.
સગાઈ તૂટવાના કારણે માસાએ જ શોએબનું કાસળ કાઢી નાખ્યું
સગાઈ તૂટવાને કારણે અવારનવાર ઝઘડો:પોતાના માસાએ જ દીકરીની સગાઈ તૂટવાને કારણે અવારનવાર ઝઘડો કરતા શોએબનું કાસળ કાઢી નાખ્યું હતું. ગાયકવાડ હવેલી પોલીસે હત્યાના ગુનામાં આરોપી સલીમ વોરાની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની દીકરીની સગાઈ તુટવાથી અવારનવાર ઝઘડો કરતા શોએબને છરીના ઉપરા છાપરી ઘા જીકી દીધા હતા. જેમાં શોએબનું મોત નિપજતા હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.