અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી ટેક્સ વસુલવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વર્ષ ટેક્સ વિભાગ દ્વારા અલગ અલગ રિબેટ આપીને શહેરની જનતા બાકી ટેક્સની વ્યાજની જંગી રકમમાં માફી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલી મોટી મોટી સંસ્થા પાસેથી ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે AMCએ ઈતિહાસમાં પ્રથમવાર ભારતીય રેલવે દ્વારા 13.05 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો છે. આ ઉપરાંત જનતાને પડતી સમસ્યા દૂર કરવા માટે લોકદરબાર પણ કરવામાં આવી રહ્યો છે.
રેલવેને બાકી ટેક્સ બાબતે રજુઆત :રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની મિલકતો પાસેથી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સર્વિસ ચાર્જ વસુલવામાં આવે છે. કેન્દ્ર સરકારની મિલકત જો કોર્પોરેશન પાસેથી Partial service વાપરતા હોય તો પ્રોપટી ટેક્સના 50 ટકા અને જો સર્વિસ વાપરતા ન હોય તો પ્રોપટી ટેકસના 33 1/3 લેખે સર્વિસ ચાર્જ ભરવા સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપવામાં આવેલો હતો. જેના કારણે કેન્દ્ર સરકારની મિલકતો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સર્વિસ ચાર્જ ચૂકવે છે. પરંતુ રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી અત્યાર સુધી ક્યારેય પણ સર્વિસ ચાર્જ ચૂકવવામાં આવ્યો ન હતો.
રેલવે દ્વારા પ્રતિભાવ : આ ડિપાર્ટમેન્ટ વારંવાર પત્ર વ્યવહાર કે ઉચ્ચ અધિકારીઓ સાથે રજૂઆત કરીને તેઓના દ્વારા કોઈપણ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો ન હતો. છેલ્લા ઘણા સમયથી જ રેલવેના ઉપલા અધિકારીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેમજ મિનિસ્ટ્રી ઓફ રેલવે સુધી પણ આ રજૂઆત કર્યા બાદ પ્રથમવાર રેલવે દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.
DRM સાથે બેઠક:વધુમાં જણાવ્યું હતું કે, મિનિસ્ટરો ઓફ રેલ્વે દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળ્યા બાદ AMC તેમજ DRM વચ્ચે ટૂંક સમય પહેલા જ એક MOU સાઇન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રોપટી ટેક્સના 50 ટકા આપવાની સહમતી કરવામાં આવેલી હતી. તેમજ આ પ્રમાણે સર્વિસ ચાર્જ કરવા માટે રેલવે સંમતિ દર્શાવી હતી. જેમાં અમદાવાદ શહેરના હદ વિસ્તારમાં આવેલા રેલવેની તમામ મિલકતો જેવી કે રેલવે સ્ટેશન સેડ, ગોડાઉન, ઓફિસ, ક્વાર્ટર્સનું માપ લઈને આકારણી કરવામાં આવેલ હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે મિલકતોમાં ક્ષેત્રફળ સમસ્યા ઊભી થઈ હતી. તે મિલકતોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ તેમજ રેલવેના અધિકારો સાથે સંયુક્ત સ્થળે તપાસ કરી ફરી રેલવે સ્ટેશનની સંયુક્ત માપણી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.