- મચ્છરજન્ય રોગચાળાના સામે મનપાએ લીધા પગલાં
- કુલ 292 એકમોને નોટિસ આપી 3,72,300 રૂપિયાનો દંડ વસૂલ કરાયો
- 421 એકમોની તપાસ કરી નોટિસ અપાઇ
અમદાવાદ: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મંગળવારના રોજ શહેરના જુદાજુદા વિસ્તારોની તપાસ કરી હતી. આ તમામ એકમો કોમર્શિયલ એકમ હતા, જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનના 119 એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે સૌથી વધુ વહીવટી દંડ 79 હજાર ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મધ્ય ઝોનના 49 એકમો, દક્ષિણ ઝોનના 12 એકમો, દક્ષિણ પશ્ચિમ ઝોનના 28, ઉત્તર પશ્ચિમ ઝોનના 32, પૂર્વ ઝોનના 22, ઉત્તર ઝોનના 30 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં આવેલી 10,329 ઈમારતોમાંથી 4784 ઈમારતો પાસે ફાયર સેફ્ટી જ નથી