ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં CAA મુદ્દે હોબાળો - નાગરિકતા કાયદા મામલે

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે યોજાયેલ સામાન્ય સભામાં પણ CAA ના મુદ્દે હોબળો થયો હતો. આમ તો સામાન્ય પ્રજાના કામો માટે મહિનાના અંતે મળતી હોય છે, પરંતુ અહીં ભાજપના કોર્પોરેટરે આક્ષેપ કર્યા હતા. તેમણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે શાહઆલમ વિસ્તારમાં જે ઘટના બની તેમાં તેમના જ કોર્પોરેટર શેહઝાદખાન પઠાણે વિરોધના નામે હિંસા ફેલાવી હતી જેના પર પાર્ટી દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યો નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં CAA મુદ્દે હોબાળો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં CAA મુદ્દે હોબાળો

By

Published : Dec 23, 2019, 10:04 PM IST

આ મુદ્દે ચર્ચા કરતાની સાથે સભાગૃહમાં બંને પક્ષના કોર્પોરેટરોને આમને સામને આવી ચૂક્યા હતા. કોંગ્રેસના નેતા પર આવશે પર દુકાનો ભાજપના નેતાઓ પર થયેલા આ રોગમાં શું કાર્યવાહી કરી તે જવાબ માંગ્યો હતો ઉપર હુમલા બાદ આખરે સભા બરખાસ્ત થઈ હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં CAA મુદ્દે હોબાળો

જ્યારે સમગ્ર મામલે મેયરે નિવેદન આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નાગરિકતા કાયદા મામલે જુઠ્ઠાણું ફેલાવી હિંસા કરે છે, પોતાના કોર્પોરેટરે હિંસાનું કાવત્રું કર્યુ પણ કોઇ પગલાં લીધા નથી અને તેમનો બચાવ કરે છે અને વિપક્ષના આક્ષેપ પર મેયરે જણાવ્યું કે, અમારા નેતાઓ સામે વિરોધના આરોપ નથી લાગ્યા અને જો કોંગ્રેસ સાચી હોય તો CAAનું સમર્થન કરે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં CAA મુદ્દે હોબાળો

ABOUT THE AUTHOR

...view details