અમદાવાદ : મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હેપી સ્ટ્રીટને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સવારના 8:30 થી બપોરના 4 વાગ્યા સુધી ટુ વ્હીલરના 10 અને ફોર વ્હીલરના 20 રૂપિયા લેવામાં આવશે. જ્યારે રાતના સમયે 4 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ટુ વ્હીલરના 30 અને ફોર વ્હીલરના 50 રૂપિયા લેવામાં આવશે.
હેપી સ્ટ્રીટના પાર્કિંગ અંગે AMC દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય - Ahmedabad Happy Street news
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હેપી સ્ટ્રીટને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હેપી સ્ટ્રીટ સાંજના સમયે હોવાથી સવારના ફ્રી સમયમાં તે જગ્યા પર પાર્કિંગ કરવાના ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જે હેપી સ્ટ્રીટ શરૂ થવાના બીજા દિવસથી જ આ ચાર્જ અમલમાં મુકવામાં આવશે.
અમદાવાદ
આ સાથે જ સવારના વાહનોની કેપેસિટી ટુ વ્હીલરની 446 અને ફોર વ્હીલરની 221 છે. જ્યારે રાત્રે ટુ વ્હીલરની 221 અને ફોર વ્હીલરની 21 કેપેસિટી છે. જેના લીધે કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.