અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી - કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન
કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા કોરોના પોઝિટિવ કેસીસની ઝડપી માહિતી મળે તે ખૂબ જ જરુરી છે. જેને લઇને અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોબાઈલ વાન લોન્ચ કરવામાં આવી છે જે મેડિકલ સ્ટાફ સાથે ક્લસ્ટર વિસ્તારોમાં રીફર કરાયેલા લોકોનો કોરોના ટેસ્ટ કરશે.
અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી
અમદાવાદઃ અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ વાન લોન્ચ કરવામાં આવી છે. આ વાન શહેરના જુદા-જુદા સાત ઝોનમાં ફરશે. આ વાન લોકોના ઘર સુધી પહોંચી સર્વે અને સારવાર આપવાનું કામ કરશે. વાનમાં ડોક્ટરો સહિત 4 લોકોનો સ્ટાફ 24 કલાક તહેનાત રહેશે. કોરોના સામે ફાઇટ આપવા માટે મહાનગર પાલિકાએ આ પ્લાન તૈયાર કર્યો છે.
- કોવિડ-19 ટેસ્ટિંગનું સેમ્પલ કલેક્શન માટેના એક્સપર્ટ
- તબીબોઆર.બી .એસ .કે મેડિકલ ઓફિસર
- મલ્ટી પર્પઝ હેલ્થવર્કર
- ડ્રાઇવર