AMCમાં ગેરકાયદેસર બાંધકામની 13,425 અરજી મળી અમદાવાદ : ગુજરાતમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ જોવા મળતું હોય છે. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 1 ઓકટબર 2022 પહેલાં જે પણ બાંધકામ મહાનગરપાલિકા, શહેરી વિકાસ સત્તા મંડળ, નગરપાલિકામાં આવતા બિનઅધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 13 હજારથી પણ વધુ અરજીઓ મળી છે.
13,425 ઇમ્પેકટ ફીની અરજી આવી :ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઇમ્પેક્ટ અંતર્ગત 13,425 જેટલી અરજી ઓનલાઇન આવી છે. જ્યારે 138 અરજી ઓફલાઈન મળી છે. આ તમામ અરજીઓને હાલમાં સ્ફુપ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ જે પણ અરજી ધારકો છે તેમને તેમની અરજીની જાણ કરવામાં આવશે. તેમજ જરૂરિયાત ફી ભરવાની જાણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જે વટહુકમ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવ્યો હતો. જે મહાનગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામ છે જેને રેગ્યુલાઇઝ કરવામાં આવશે. તેના થકી જનતાને ખૂબ મોટી રાહત થશે.
138 ઓફલાઇન અરજી આવી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની કુલ 13,425 અરજીઓ મળી હતી. જેમાં 138 અરજી ઓફલાઈન મારફતે મળી છે. જો દરેક ઝોનની વાત કરવામાં આવે તો, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1,402 દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2,175 પશ્ચિમ ઝોનમાં 2,202 મધ્ય ઝોનમાં 848, ઉત્તર ઝોનમાં 1,522, પૂર્વ ઝોનમાં 1,952 અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 3,324 અરજીઓ આવી છે. જેમાં હજુ સુધી માત્ર 100 જ અરજીનો નિકાલ આવ્યો છે.
આ પણ વાંચો :Gandhinagar News : રૂપિયા, દારૂ, ચવાણું વેચ્યું છે એટલે લોકોએ મત આપ્યા, કોર્પોરેટરનો ઓડિયો વાઈરલ
ગુજરાત સરકાર લીધો હતો નિર્ણય :ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યપાલનો વટહુકમ બહાર પાડીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે સરકાર દ્વારા રાજ્યની જનતાને વધુ એક તક આપવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર કરેલા બાંધકામ હોય તો ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકે છે. જે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેની સમય મર્યાદા વધારવામાં આવી હતી, જ્યારે હવે તે સમય મર્યાદા 15 ફેબ્રુઆરી પૂર્ણ થઈ છે.
આ પણ વાંચો :Ahmedabad Corporation Budget: પ્રથમ દિવસે કોંગ્રેસના આક્રમક પ્રહાર, કહ્યું ભાજપ છેત્તરપીંડિ કરે છે
અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો :રાજ્ય સરકાર દ્વારા બિન અધિકૃત બાંધકામમાં રેસીડેન્સી અને કોમર્શિયલ બંને માટે અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં રેસીડેન્સીની વાત કરવામાં આવે તો, 50થી 100 સ્ક્વેર મીટર માટે 6,000 રૂપિયા ઇમ્પેક્ટ નક્કી કરવામાં આવી હતી. જ્યારે 100થી 200 સ્ક્વેર મીટર માટે 12000, 200થી 300 સ્ક્વેર મીટર માટે 18,000 તેમજ 300થી વધારે સ્ક્વેર મીટર માટે 18,000થી પણ વધારે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે કોમર્શિયલ બિનઅધિકૃત બાંધકામ માટે ફીની વાત કરવામાં આવે તો, 50 સ્ક્વેર મીટર માટે 6,000, 50થી 100 સ્ક્વેર મીટર માટે 12,000, 100થી 200 સ્ક્વેર મીટર માટે 24,000 અને 200થી 300 સ્ક્વેર મીટર માટે 3,600 રૂપિયા ઇમ્પેક્ટ ફી નક્કી કરવામાં આવી હતી.