ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC Tax Income: કરદાતાઓએ ભર્યો 128 કરોડનો ટેક્સ, AMCએ કરી હતી લાલઆંખ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કડકાઈથી ટેક્સ વસૂલવાની શરૂઆત કરી છે, જેના સંદર્ભમાં છેલ્લા 14 દિવસમાં કૉર્પોરેશનને 128 કરોડ રૂપિયાની જંગી આવક થઈ છે. ઉપરાંત 21,499 મિલકતોને સીલ પણ કરવામાં આવી છે.

AMC Tax Income: કરદાતાઓએ ભર્યો 128 કરોડનો ટેક્સ, AMCએ કરી હતી લાલઆંખ
AMC Tax Income: કરદાતાઓએ ભર્યો 128 કરોડનો ટેક્સ, AMCએ કરી હતી લાલઆંખ

By

Published : Mar 2, 2023, 4:22 PM IST

ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ આવક

અમદાવાદઃઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટેક્સ વિભાગે કરવેરા ન ભરતા લોકો સામે લાલ આંખ કરી છે. કૉર્પોરેશને શહેરની જનતા વધુમાં વધુ કર ભરે તે માટે અલગ અલગ રિબેટ યોજના પણ લાગુ કરી હતી, જેનાથી શહેરની જનતાને ખૂબ જ બહોળો લાભ થયો છે. પરંતુ હજુ પણ કેટલાક એવા લોકો છે કે જે લોકોએ પોતાનો ટેક્સ ભરવાનો બાકી છે.

AMCને આવક

આ પણ વાંચોઃBridge Scam: હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં AMC અને BJP અધિકારીને બચાવવામાં લાગી છે, વિપક્ષનો આક્ષેપ

અનેક મિલકતોના કનેક્શન કાપી નખાયાઃ તેવામાં હવે ટેક્સ વિભાગે કડકાઈથી કર વસૂવલાનું શરૂ કર્યું છે. છેલ્લા 14 દિવસમાં જ કૉર્પોરેશનના અધિકારીઓએ 21,499 મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરી છે. ઉપરાંત અનેક મિલકતોના ગટર અને પાણીના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે.

મિલકતો સીલ

કૉર્પોરેશનને સારી આવકઃ રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, કૉર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા નવતર પ્રયોગના કારણે ફક્ત 53 દિવસમાં જ શહેરના 20 ટકા મિલકતધારકોએ પૂરેપૂરો ટેક્સ ભર્યો છે. 100 ટકા વ્યાજમાં માફીની યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેનો નાગરિકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે 14 ફેબ્રુઆરી 2023થી 28 ફેબ્રુઆરી 2023 સુધી 21,499 મિલકતોને સીલ કરવામાં આવી છે. ઉપરાંત કૉર્પોરેશનને 128.22 કરોડ જેટલી ટેક્સની વસૂલાત પણ થઈ છે.

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ મિલકતો સીલઃઅમદાવાદ કૉર્પોરેશન દ્વારા જે વ્યક્તિ ટેક્સ ભરવામાં નિરસતા દાખવી રહ્યા છે. તેવા લોકોની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. આમાં મધ્ય ઝોનમાંથી 2215, ઉત્તર ઝોનમાંથી 2241, દક્ષિણ ઝોનમાંથી 2738, પૂર્વ ઝોનમાંથી 2368, પશ્ચિમ ઝોનમાંથી 8521, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 2238, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી 1184 એમ કુલ મળીને 21,499 મિલકતોને સીલ કરવામાં આવી છે.

ટેક્સ બાકી

ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ આવકઃકૉર્પોરેશને મધ્ય ઝોનમાંથી 15.63 કરોડ, ઉત્તર ઝોનમાંથી 10.76 કરોડ, દક્ષિણ ઝોનમાંથી 11.38 કરોડ, પૂર્વ ઝોનમાંથી 17.63 કરોડ, પશ્ચિમ ઝોનમાંથી 26.26 કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 27.9 કરોડ, દક્ષિણપશ્ચિમ ઝોનમાંથી 19.46 કરોડ આમ, દરેક ઝોનમાંથી કુલ 128.22 કરોડ રૂપિયાની આવક કરી છે.

આ પણ વાંચોઃAhmedabad Corporation Action Plan: હોસ્પિટલમાં અલગથી હીટ સ્ટ્રોકનો વૉર્ડ તૈયાર કરાશે

ગટર અને કલેક્શન કાપવાની કાર્યવાહી ચાલુઃકૉર્પોરેશન દ્વારા જે કરદાતા હજી પણ ટેક્સ ભરવામાં આવતા નથી. તેવા લોકોના ગટર અને પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ તમામ ઝોનના અધિકારીઓએ અઠવાડિયામાં એક દિવસ સવારે ફિલ્ડ પર રહીને મિલકત સીલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. ઉપરાંત મોટા બાકી કરદારોના પાણી અને ગટર કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં ટોરેન્ટ પાવર અને UGVCL જેવી કંપની સાથે સંકલન કરી મોટા બાકી કરદારોના વિવિધ કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details