ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના ગાર્ડનોમાં સિક્યોરિટી ન હોવાથી AMC કમિશનરે કરી લાલ આંખ, વિજિલન્સ તપાસના આપ્યા આદેશ - Security in Ahmedabad Gardens

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) નવનિયુક્ત કમિશનર એમ થેંનારેશન (AMC Commissioner M Thennarasan) એક્શન મોડમાં આવી ગયા છે. આજે સવારે તેમણે અચાનક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ગાર્ડન પર (gardens in ahmedabad) તપાસ હાથ ધરી હતી. સાથએ જ શહેરના ગાર્ડનમાં સિક્યોરિટીના મુદ્દે વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદના ગાર્ડનોમાં સિક્યોરિટી ન હોવાથી AMC કમિશનરે કરી લાલ આંખ, વિજિલન્સ તપાસના આપ્યા આદેશ
અમદાવાદના ગાર્ડનોમાં સિક્યોરિટી ન હોવાથી AMC કમિશનરે કરી લાલ આંખ, વિજિલન્સ તપાસના આપ્યા આદેશ

By

Published : Oct 21, 2022, 11:57 AM IST

અમદાવાદઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા અનેક વિકાસલક્ષી કામોમાં (Development work of AMC) કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરવામાં આવે છે, પરંતુ જે ખાનગી કંપનીઓને ટેન્ડર આપવામાં આવે છે. તે કામ કરે છે કે, નહીં તે કોર્પોરેશન નજર અંદાજ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ગાર્ડનમાં નથી સિક્યોરિટી તાજેતરમાં જ અમદાવાદ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation) નવનિયુક્ત થયેલા કમિશનર એમ થેન્નારેશન (AMC Commissioner M Thennarasan) શહેરના કોર્પોરેશન હસ્તક આવેલા ગાર્ડનની મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમને ગાર્ડનમાં સિક્યોરિટી (gardens in ahmedabad) ન હોવાનું સામે આવ્યું છે.

અચાનક પહોંચ્યા ગાર્ડનઅમદાવાદ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નારસને કોર્પોરેશન હસ્તક આવેલા વિવિધ ગાર્ડનની મુલાકાત લીધી હતી. ગાર્ડનની અંદર સિક્યોરિટી (Security in Ahmedabad Gardens ) ન હોવાથી તેમણે બગીચા ખાતાના તમામ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી. તે સમયે ગાર્ડનની અંદર સિક્યુરિટી ન હોવાનો જવાબ માગ્યો હતો.

વિજિલન્સ તપાસના આદેશઅમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલા ગાર્ડનની સિક્યોરિટીની જવાબદારી શિવશક્તિ સિક્યોરિટી, શિવ સિક્યોરિટી અને બોક્સન સિક્યુરિટી અને અન્ય એક સિક્યુરિટી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન કમિશનર દ્વારા આ અંગે વિજિલન્સના તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ ગાર્ડન વિભાગને લગતી તમામ ફાઇલ પણ જપ્ત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details