ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદ શહેરના તમામ ગાર્ડનના ખૂલ્લા રહેવાના સમયને લઇને કરાયો મોટો ફેરફાર

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અનેક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ કમિટીમાં ગરમીના કારણે ગાર્ડનનો સમય સવારે 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

Ahmedabad Gardens: શહેરના તમામ ગાર્ડન હવે રાત્રે 12 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે
Ahmedabad Gardens: શહેરના તમામ ગાર્ડન હવે રાત્રે 12 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે

By

Published : Mar 3, 2023, 5:00 PM IST

Updated : Mar 3, 2023, 5:21 PM IST

ભૂગર્ભ જળનો સંગ્રહ કરાશેઃ AMC

અમદાવાદ:મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આવનારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી ગાર્ડનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીએ શહેરના વિકાસને લઈ અનેક કામોને મંજૂરી પણ આપી છે.

આ પણ વાંચોઃAMC Tax Income: કરદાતાઓએ ભર્યો 128 કરોડનો ટેક્સ, AMCએ કરી હતી લાલઆંખ

ભૂગર્ભ જળનો સંગ્રહ કરાશેઃકૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરની અંદર ભૂગર્ભ જળ સંગ્રહિત કરી શકાય અને આવનારી પેઢી પણ તે જળનો સારો ઉપયોગ કરી શકે તે હેતુથી કૉર્પોરેશન દ્વારા પરકોટ વેલ મૂકવામાં આવી છે. પરંતુ વધુ તેનો શહેરની જનતા દ્વારા પ્રતિસાદ મળે તે માટે તમામ કૉર્પોરેટર દ્વારા પણ સોસાયટીમાં પેપર કોટવેટ નાખવા માટે 10 ટકા ફંડ આપે અને આને વધુમાં વધુ શહેરની તમામ સોસાયટીઓમાં કેવી રીતના પરકોટ વેલ પહોંચે. જેથી પણ ભૂગર્ભ જળ સંગ્રહિત કરી શકાય કેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

રાત્રે 12 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે ગાર્ડનઃકૉર્પોરેશને ઉનાળાની સિઝનને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. પહેલાં હવે શહેરમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ગાર્ડનને બંધ રાખવામાં આવતા હતા, પરંતુ ગરમી અને ઉનાળાના કારણે શહેરમાં આવેલ તમામ ગાર્ડનને સવારના 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ખૂલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે, જે આજથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે. આના કારણે નોકરિયાત વર્ગના લોકો બપોરના સમય પણ નિરાંતે ગાર્ડનની અંદર બેસી શકે અને રાતનો સમય પણ લોકો ગાર્ડનની અંદર હરી ફરી શકે.

આ પણ વાંચોઃProtest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી

શ્વાન ખસીકરણ ઝૂંબેશ ચાલુઃછેલ્લા ઘણા સમયથી લોકોને શ્વાનનો કરડવાના કેસો સામે આવી રહ્યા છે, જેના લીધે ગંભીર રીતે પણ ઈજાગ્રસ્ત થાય છે. શહેરમાં નવા વિસ્તારો ઉંમેરાય તે પહેલા એક સરવે પ્રમાણે શહેરમાં 3 લાખથી પણ વધુ શ્વાન હતા. આમાંથી 2,10,000થી પણ વધુનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના શ્વાનનું ખસીકરણ કરવા 4 એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. જ્યારે આ વર્ષે 45,000થી પણ વધુ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના શ્વાનોનું ખસીકરણ આગામી સમયમાં કરાશે.

Last Updated : Mar 3, 2023, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details