ગુજરાત

gujarat

ETV Bharat / state

સગર્ભા પશુઓને શરીરમાંથી દૂધનો નિકાલ કરવા, મ્યુનિસિપલ કમિશનરે આ કામ માટે આપી મંજૂરી - Gandhigram to Botad Railway Line

નવા વર્ષની શરૂઆતમાં જ કોર્પોરેશન દ્વારા 524 કરોડના ખારીકટ કેનાલના કામોની મંજૂરી આપવામાં આવી છે. દુધાળા પશુઓને (release pregnant cattle by fine) અમદાવાદ કોર્પોરેશન 5000નો દંડ લઈને મુક્ત કરવાની મંજૂરી (Ahmedabad Municipal commissioner ) આપવામાં આવી છે. આ સાથે રોડ એન્ડ બિલ્ડીંગ, હેલ્થ, રિક્રિએશન કલચર અને હેરિટેજ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે.

સગર્ભા પશુઓને શરીરમાંથી દૂધનો નિકાલ કરવા, મ્યુનિસિપલ કમિશનરે દંડ લઈ  દુધાળા પશુઓને છોડવા આપી મંજૂરી
સગર્ભા પશુઓને શરીરમાંથી દૂધનો નિકાલ કરવા, મ્યુનિસિપલ કમિશનરે દંડ લઈ દુધાળા પશુઓને છોડવા આપી મંજૂરી

By

Published : Oct 27, 2022, 4:37 PM IST

અમદાવાદ નવા વર્ષની શરૂઆતમાં જ આજ અમદાવાદ કોર્પોરેશનમાં સ્નેહમિલન કાર્યક્રમની (Snehmilan program in Ahmedabad Corporation) સાથે સાથે જ સ્ટેન્ડિંગ કમિટીપણ મળી હતી. જેમાં રિક્રિએશન કમિટી, વોટર કમિટી, હેલ્થ કમિટી જેવી અલગ અલગ કમિટીના વિકાસના કામોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન (Standing Committee Chairman) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

પશુઓને કોર્પોરેશન દ્વારા 5,000 નો દંડ લઈને મુક્ત કરવા અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

દુધાળા પશુઓને મુક્ત કરવામાં આવશેઅમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથીરખડતા પશુઓનો મોટા પ્રમાણમાં ત્રાસ (Stray Animals in Ahmedabad) જોવા મળતો હતો. કોર્પોરેશન દ્વારા અનેક પશુઓને પકડીને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. તેમાં ઘણા પશુઓ સગર્ભા છે. જે પશુઓ દુધાળા હોય અને તેમના બચ્ચાઓને દૂધ પીવડાવતા હોય તેવા પશુઓને જો શરીરમાંથી દૂધનો નિકાલ (Excretion of milk from the body of cattle) ન થાય તો તે તેમને માટે પણ જીવલેણ થઈ શકે છે. આવા પશુઓને કોર્પોરેશન દ્વારા 5,000નો દંડ લઈને મુક્ત કરવા અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર (Ahmedabad Municipal commissioner) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

વોટર કમિટીના 52400 લાખના કામોને મંજુરીવોટર સપ્લાય અને સ્વિચ કમિટી (Water Supply and Switch Committee) દ્વારા રજુ કરવામાં આવેલા કામોમાં ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની યોજના અંતર્ગત પાંચ પૈકી એક એકમાં નરોડા સ્મશાન ગૃહથી (Naroda Crematorium) નવયુગ શાળા કેનાલ ક્રોસિંગ સુધીના તેમજ ઓઢવ ફાયર સ્ટેશનથી (Odhav Fire Station) થોમસ અંગ્રેજી શાળા સુધીના એમ કુલ બે પેકેજના બ્રેકફાસ્ટ RCC બોક્સની કેનાલ (Canal of RCC box) તેમજ કાસ્ટ ઇન સિટુ સ્ટ્રોમ વોટર બોક્ષનું (Cast in situ storm water box) કામ કરવા અને પેકેજની 50 ટકા જેટલી લંબાઈમાં ગાર્ડન કરવાનું અને આશરે 50 ટકા લંબાઈમાં પાર્કિંગ કરવાનું આયોજન સાથે રૂપિયા 52400 લાખના કામની મંજૂરી આપવામાં આવી છે.

RCC બોક્સ બનાવવા 99 લાખના કામોને મંજૂરીઅમદાવાદના ગાંધીગ્રામથી બોટાદ રેલવે લાઇન (Gandhigram to Botad Railway Line) પર ચાલતા ગેજ કન્વર્ઝનની કામગીરી અંતર્ગત માટે એપ્રોચની કામગીરી માટે તેમજ SG હાઇવે તરફના નડતરરૂપ 2000 mm અને 1800 ml વ્યાસના સ્ટ્રોંગ વોટર ટ્રેન્કની મેન લાઇન હટાવી તેની જગ્યાએ નવું RCC બોક્સ બનાવવાની કામગીરી માટે 99 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details