રવિવારના રોજ મેલેરિયા વિભાગની ટીમે શહેરમાં પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થાન, પેટ્રોલ પમ્પ જેવી જગ્યા પર ચેકીંગ કર્યું હતું. 386 એકમોમાં ચેકિંગ કરી. જેમાં 12 જગ્યાએ હેવી બ્રિડિંગ મળી આવતા એડમીન ઓફિસને સીલ કરી છે, જેમાં પેટ્રોલ પમ્પ, ધાર્મિકસંસ્થા અને પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે. 96 એકમોને નોટિસ આપી કુલ રૂ. 1,29,500 લાખનો દંડ વસૂલ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ મચ્છરના બ્રિડિંગનું ચેકિંગ - મચ્છરના બ્રિડિંગનું ચેકિંગ
અમદાવાદ: રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવાના અભિયાનને લઈ મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમ દ્વારા એક અઠવાડિયા સુધી અલગ અલગ જગ્યાએ મચ્છરોના ઉત્પત્તિને લઈ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
![અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ મચ્છરના બ્રિડિંગનું ચેકિંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5023411-thumbnail-3x2-ahm.jpg)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ મચ્છરના બ્રિડિંગનું ચેકિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ મચ્છરના બ્રિડિંગનું ચેકિંગ
જ્યારે પ્રીત પેટ્રોલ પંપ સરસપુર, શિવ કૃપા મેરેજ હોલ અમરાઈવાડી, અષ્ટમંગલ કોમ્પલેક્ષ શાહીબાગ, રત્ન રાજ કોમ્પલેક્ષ નવરંગપુરા, આલીગન સ્કાય પાલડી આ એકમોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે અને ભારે દંડ વસૂલવામાં આવ્યો છે.