અમદાવાદઃમહારાષ્ટ્રમાં સરકાર બદલાવવાની સાથે હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(bullet train project)ગોકળ ગતિએ નહી પણ બુલેટ ગતિએ આગળ વધશે. જેને લઈ દિલ્હીમાં આ પ્રોજેક્ટને બુલેટ ગતિએ(Mumbai Ahmedabad bullet train project) આગળ ધપાવવા માટે બેઠકો શરૂ થઈ ગઈ છે. ત્યારે જુઓ શું છે આખો મોદીનો ડ્રિમ બુલેટ પ્રોજેક્ટ?
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ -વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એવો અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Ahmedabad Mumbai bullet train project) છેલ્લા કેટલાય સમયથી મંદ ગતિએ ચાલતો હતો. મહારાષ્ટ્રની જૂની સરકાર આ પ્રોજેક્ટમાં વધુ ધ્યાન આપતી ન હતી અને પ્રોજેક્ટનો વિરોધ કરતા હતાં. મહારાષ્ટ્રમાં હવે શિવસેનાની નવી શિંદે સરકાર અને ભાજપની સરકાર આવી છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ વહેલી તકે અને ઝડપથી પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં વિરોધ કર્યો -ભારતના સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દોઢ વર્ષ અગાઉ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં વિરોધ કર્યો હતો. સરકારે રાજ્યમાં જમીન સંપાદનની પ્રક્રિયા જ બંધ કરી દીધી હતી. જેને પગલે ભારત સરકારે બુલેટ ટ્રેન વાપી સુધી જ દોડાવવાનું મન બનાવી લીધું હતું. જો કે હવે મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત શિંદે સરકાર આવતા થાણે અને મુંબઈ સહિતના જિલ્લાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયા વેગવંતી બનશે તે સુનિશ્ચિત થઈ ચૂક્યું છે.
2026 સુધીમાં સુરતથી બિલિમોરા વચ્ચે ટ્રેન દોડાવવાની -ઉદ્ધવ ઠાકરેના વિરોધ અને અસહકારભર્યા વલણના લીધે વિલંબમાં પડેલા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2026 સુધીમાં સુરતથી બિલિમોરા વચ્ચે ટ્રેન દોડાવવાની કેન્દ્રીયપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તેના પછી બે જ સપ્તાહમાં બદલાયેલા ઘટના ક્રમમાં નવી સરકારના અસ્તિત્વ પહેલા જ દિલ્હીમાં જાપાનના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજીને આગળની કામગીરીની સમીક્ષા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ભારતને આ પ્રોજેક્ટમાં જાપાન સરકારનો ટેકનિકલ અને આર્થિક સહયોગ મળ્યો છે. જેથી મોદીનો ડ્રિમ સફળતા તરફ આગળ વધી રહ્યો હતો.