ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ ટેન્ડર પ્રક્રિયા થોડાક દિવસોમાં રદ - Ahmedabad Parking Tender Process

AMC દ્વારા સિંધુભવન રોડ પર તૈયાર ઓન સ્ટ્રીટ પાર્કિંગ મુદ્દે ટેન્ડર પ્રક્રિયા રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મલ્ટી લેવલ પાર્ટીમાં 391 જેટલી કાર તેમજ 900થી વધુ ટુ વ્હીલર પાર્ક કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ ટીકીટ દર અસંજતતા ઉભી થતા થોડાક દિવસોમાં તે ટેન્ડર પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય સામે આવ્યો છે.

Ahmedabad News : સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ ટેન્ડર પ્રક્રિયા થોડાક દિવસોમાં રદ
Ahmedabad News : સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ ટેન્ડર પ્રક્રિયા થોડાક દિવસોમાં રદ

By

Published : Jul 20, 2023, 10:28 PM IST

સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ ટેન્ડર પ્રક્રિયા થોડાક દિવસોમાં રદ

અમદાવાદ : શહેરનો દિવસેને દિવસે વિકાસ થતો રહે છે. શહેરમાં ગીચતા પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને તેનું પાર્કિંગની જોવા મળી આવતી હોય છે, ત્યારે અમદાવાદનો જાણીતો વિસ્તાર અને પોસ વિસ્તારમાં ગણા તો સિંધુભવન રોડ પર મોટા પ્રમાણમાં કોમર્શિયલ મિલકતો આવેલી છે. આ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ તે ટેન્ડર પ્રક્રિયાને ગણતરીના દિવસોમાં જ રદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

સિંધુભવન રોડ પર અત્યારે મોટા પ્રમાણમાં રોડ ઉપર પાર્કિંગ થતું હોય છે. જેના કારણે પોલીસ દ્વારા પાર્કિંગ સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. સિંધુભવન રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે હવે પૂર્ણતાના આરે છે. મલ્ટી લેવલ પાર્કિંગનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ ફેર-વિચારણા માટે હાલમાં આ ટેન્ડર રદ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. - પ્રવીણ ચૌધરી (Dy AMC)

વિશાળ પાર્કિંગ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુભવન રોડ પર ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ મલ્ટી લેવલ પાર્કિંગનું નિર્માણ કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ મલ્ટી લેવલ પાર્કિંગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. આ પાર્કિંગ એટલું વિશાળ હતું કે જેની અંદર 391 જેટલી કાર અને 900 જેટલા ટુવિહીલર પાર્ક કરી શકાય તેટલું મોટું પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ કામગીરી ચાલી રહેલી હોવાને કારણે તેની ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી છે.

શું હતો મામલો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉદ્ભવતી માટે મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. દરેક ઝોનમાં હાલ મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર છે, ત્યારે અમદાવાદનો સૌથી વિસ્તાર ગણાતો સિંધુભવન રોડ પર પણ ટ્રાફિકની સમસ્યા હોવાને કારણે મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યું હતું. ઓન સ્ટ્રીટ પાર્કિંગ ટેન્ડર પ્રક્રિયા પર કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તેમાં વાહન પાર્ક કરવા માટે કોઈ ચોક્કસ ભાડું નક્કી કરી ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી. જેમાં બે કલાકના ટુ-વ્હીલર માટે 5 રૂપિયા તેમજ કારના 15 નક્કી કરવામાં આવ્યા હતા.

  1. Ahmedabad Parking Place: શહેરમાં પાર્કિંગ પ્રશ્ન હલ, તૈયાર છે સૌથી મોટું મલ્ટિલેવલ પાર્કિંગ
  2. Ahmedabad News : ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ એએમસી સત્તાધીશો જાગ્યાં, શહેરના 84 બ્રિજ પર સીસીટીવી લગાવશે
  3. Ahmedabad Auto Driver: અ'વાદના રીક્ષાવાળાની અનોખી કહાની, બિગ-બીથી લઈને બાપુ સુધીના બધા એ માણી છે સવારી

ABOUT THE AUTHOR

...view details