ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશભક્તિના ગૌરવ વચ્ચે અમદાવાદમાં માજી સૈનિકોનું આંદોલન, ગાંધીનગર તરફ કૂચ

ગુજરાત રાજ્યના માજી સૈનિકો, શહીદ સૈનિકોના પરિવારજનો મોટી સંખ્યામાં શાહીબાગ ખાતેના શહીદ સ્મારક ખાતે આંદોલન પર બેઠા છે. વિવિધ 14 મંગણીઓને લઈને મોટી સંખ્યામાં સૈનિકો આંદોલન પર છે અને માંગણીઓ લઈને ગાંધીનગર તરફ કૂચ પણ કરશે.

ahemdabad
અમદાવાદ-વિવિધ મંગણીઓને લઈને દેશના માજી સૈનિકોનું આંદોલન..

By

Published : Jan 27, 2020, 12:52 PM IST

અમદાવાદઃ શાહીબાગના શહીદ સ્મારક ખાતે મોટી સંખ્યામાં સેનાના માજી સૈનિકો, શહીદ થયેલ સૈનિકોના પરિવારજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આંદોલન પર બેઠા છે. શહીદ સૈનિકોને 1 કરોડના વળતરની માંગણી, માજી સૈનકોને ખેતી માટે જમીન, સરકારી નોકરી જેવી મુખ્ય માંગણીઓ સહિત કુલ 14 માંગણીઓને લઈને સૈનિકો આંદોલન કરી રહ્યા છે.

અમદાવાદ-વિવિધ મંગણીઓને લઈને દેશના માજી સૈનિકોનું આંદોલન..
રાજ્યભરમાંથી 1000 જેટલા સૈનિકો તથા તેમના પરિવારજનો આંદોલન કરી રહ્યા છે અને પોતાની માંગણીઓ લઈને તમામ લોકો શાહીદ સ્મરકથી ગાંધીનગર તરફ કૂચ કરશે. આ તમામ લોકો સચિવાલય જશે અને ત્યાં તેમની માંગણીઓ રજૂ કરશે અને માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગળ વધુ આંદોલન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details