અમદાવાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના હસ્તે પુનરુત્થાન વિદ્યાપીઠમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકોના વિમોચનમાં પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા તૈયાર કરવામાં આવેલા 1051 પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મોહન ભાગવતે સંબોધન કરતા કહ્યું હતું કે, 1051 પુસ્તકનું એક સાથે વિમોચન એ કોઈ નાનું કામ ન હોય શકે. એક સાથે આટલા બધા પુસ્તકોનું વિમોચન એ કદાચ વૈશ્વિક રેકોર્ડ બની શકે છે.
ભારતની આવશ્યકતા દુનિયાને : વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય લોકોને ભારતીય પરંપરાનું જ્ઞાન થઈ જાય એ માટે આ દિશામાં એક પગલું લેવામાં આવ્યું છે. આપણા ભારતીય જ્ઞાનને સમજવા માટે અલગ અલગ પ્રકાર છે. આપણી શિક્ષણ શૈલીમાં વિજ્ઞાન અને ધર્મ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત જ્યારે ગુલામીની શકંજોમાં હતો ત્યારે આપણી લૂંટ થતી રહી અને તેના જ કારણે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા જ નહીં. હવે દરેક ભારતીય પોતાના જ્ઞાન થકી શિક્ષણનું મહત્વ સમજવું જરૂરી છે. જ્યારે કોરોનાનો સમયગાળો હતો, ત્યારે વિશ્વને ખબર પડી કે ભારતની આવશ્યકતા દુનિયાને છે.
જ્ઞાન અને વિજ્ઞાન પુરક : મોહન ભાગવતે વિજ્ઞાન વિશેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આપણે બહારની વાતોને જણાવીએ છીએ એને જ્ઞાન માનવામાં આવે છે, પરંતુ હકીકત રૂપે એ વિજ્ઞાન છે. જ્યારે ધ્યાન કરવાથી આંતરિક જ્ઞાન મળે છે. આંતરિક જ્ઞાન થકી આપણે અહંકારને મારી શકીએ છીએ. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે જાણી જોઈને જ ઝઘડો ઉભો કરવામાં આવશ્ય. પરંતુ હકીકત રૂપે બંને એકબીજાના પર્યાય છે. એવી જ રીતે જ્ઞાન અને વિજ્ઞાન પણ પૂરક છે. નવી શિક્ષણ નીતિ વિશે તેમણે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે. નવી શિક્ષણનીતિ એપ રાષ્ટ્રવ્યાપી છે, પરંતુ આ નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે તેમાં શું નવું છે તે જોવાની દ્રષ્ટિ અલગ રીતે હોવી જોઈએ.