અમદાવાદ :શહેરની અને રાજ્યની સૌથી મોટી ગણાતી એવી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં (Metropolitan Magistrate Court) ઘણા કેસો આવતા હોય છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કુલ 43 કોર્ટ આવેલી છે. પરંતુ, એમાંથી ઘણા કેસો કેટલાય વર્ષો જૂના હોય છે. જેનો હજુ સુધી કાયદાકીય રીતે નિરાકરણ થયું નથી. ત્યારે આજે આપણે વાત કરીએ રાજ્યની સૌથી મોટી મેટ્રો કોર્ટમાં કુલ કેટલા કેસો પેન્ડિંગ છે, પેન્ડિંગ રહેવાનું કારણ શું છે અને તેના નિકાલ માટે કેવા કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.(Metropolitan Magistrate Court pending Cases)
કોર્ટમાં કેટલા કેસો પેન્ડિંગમાં મેટ્રો કોર્ટમાં પેન્ડિંગ કેસોની વાત કરીએ તો, અંદાજે 3.50 લાખ જેટલા કેસ પેન્ડિંગ છે અને આ પેન્ડિંગ કેસોના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. કારણ કે, આ પડતર કેસોમાં અમુક કેસો 30થી 40 વર્ષ જૂના છે. તેવા કેસોની સંખ્યા 3600 આસપાસ છે જ્યારે પાંચથી દસ વર્ષ જુના કેસ 10,000 જેટલા છે. બાર એસોસિયન્સના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘણા કેસોઆવતા હોય છે. પરંતુ લોક અદાલતના કારણે પડતર કેસોનું નિરાકરણ કરવામાં આવે છે. જો લોક અદાલતના માધ્યમથી કેસોનું નિરાકરણ ન કરાયું હોત તો આજે આ કેસોની સંખ્યા ત્રણ ગણી હોત. (Magistrate Court pending Cases)
આ પણ વાંચોપતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા