ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Metro Court: લે.ગવર્નર વી.કે. સક્સેનાની મુશ્કેલી વધી, કોર્ટે અરજી પર સ્ટેની માંગ ફગાવી - Ahmedabad Court

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા 2002માં સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર પરના ગાંધી આશ્રમમાં હુમલાના કેસમાં સ્ટે આપવાની અરજીને અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી છે. 21 વર્ષ બાદ આ કેસમાં હવે વી કે સક્સેના સામે ટ્રાયલ ચાલશે જેનાથી તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

Ahmedabad Metro Court: લેફ્ટનન્ટ ગવર્નર વી.વી.કે. સક્સેનાની મુશ્કેલીમાં વધારો, મેટ્રો કોર્ટે અરજી પર સ્ટેની માંગ ફગાવી
Ahmedabad Metro Court: લેફ્ટનન્ટ ગવર્નર વી.વી.કે. સક્સેનાની મુશ્કેલીમાં વધારો, મેટ્રો કોર્ટે અરજી પર સ્ટેની માંગ ફગાવી

By

Published : May 9, 2023, 10:00 PM IST

Updated : May 9, 2023, 11:48 PM IST

અમદાવાદઃદિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા 2002માં સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર પરના ગાંધી આશ્રમમાં થયેલા કથિત હુમલાના કેસમાં ટ્રાયલ મુલતવી રાખવા માટે થઈને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મેટ્રો કોર્ટમાં તારીખ 1માર્ચના રોજ કેસમાં ટ્રાયલ માટે અરજી કરવામાં આવી હતી.

શું છે આ અરજીમાંઃઆ સમગ્ર મામલે વી.કે .સક્સેનાના વકીલ અજય ચોકસી દ્વારા અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, પોતે બંધારણીય પદ પર હોવાથી હાલ તેમની સામે ક્રિમિનલ ટ્રાયલ ચલાવી ના શકાય તેવી રજૂઆત કરવામાં આવી છે. વી.કે.સકસેના અરજીમાં કહ્યું છે કે, જ્યાં સુધી તેઓ બંધારણીય હોદ્દો ધરાવે છે. ત્યાં સુધી ફોજદારી ટ્રાયલની સ્થગિત રાખવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ તેમની અરજીમાં બંધારણના અનુચ્છેદ 361( 2 )ને ટાંકવામાં આવ્યો હતો.

શું છે આખો કેસઃ જેમાં રાજ્યના રાષ્ટ્રપતિ રાજ્યપાલ અથવા રાજપ્રમુખને તે સત્તાઓ અથવા ફરજો ના ઉપયોગ અને પ્રદર્શન માટે કોઈપણ કોર્ટને જવાબ આપવા માટે જવાબદાર ન રહેવાની પરવાનગી આપીને રક્ષણ આપે છે. શું છે સમગ્ર મામલો? વર્ષ 2002માં ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અંતર્ગત મેઘા પાટકરને સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી તેઓ 7 એપ્રિલ 2002 ના રોજ ગાંધી આશ્રમ આવ્યા હતા.

સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદઃ જ્યાં તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાબાદ મેઘા પાટકરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી રોહિત પટેલ, અમિત ઠાકર, ભાજપના હાલના ધારાસભ્ય અમિત શાહ, વિનય સકસેના સહિતના લોકો સામે ચાર્જશીટ કરી હતી . આ સમગ્ર કેસ ત્યારબાદ મેટ્રો કોટ માં ચાલી રહ્યો હતો. કોરોના બાદ આ આ કેસ ચાલ્યો ન હતો.

  1. Teesta Setalvad Case: ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા, શ્રીકુમારનો નિર્દોષ હોવાનો દાવો
  2. Gujarat High Court : ગટર સફાઈ કર્મીનું મૃત્યુ થશે તો સત્તાધીશો રહેશે જવાબદાર, હાઇકોર્ટે ચિંતા કરી વ્યક્ત
  3. Ahmedabad News: એસ્ટેટ વિભાગના મદદમાં હવે SRP જવાનો

અરજીનો વિરોધ થયોઃ મેટ્રો કોર્ટમાં આ કેસ ફરીથી ચાલતા વિનય સક્સેના દ્વારા આ કેસ પર ટ્રાયલ મુકવા માટે થઈને એક માર્ચના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે આ મામલે મેઘા પાટકર દ્વારા આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. મેઘા પાટકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એલજીને ગવર્નર પદ ગણી શકાય નહીં તેવો દાવો થયો છે .આ અરજી પર ટ્રાયલ ચાલુ રાખવા માટે મેઘા પાટકર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Last Updated : May 9, 2023, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details