ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV - merchant youth Attack in Thakkarnagar

અમદાવાદના ઠક્કરનગરમાં એક શખ્સે વેપારી પર છરી વડે હુમલો કર્યો છે. વેપારીએ આ શખ્સને પૈસા ઉછીના આપ્યા હતા. પૈસા પરત માંગતા શખ્સે હુમલો કર્યો હતો. જે સમગ્ર હૂમલો બનાવ CCTVમાં કેદ થયો છે. હાલ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV
Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV

By

Published : Apr 3, 2023, 2:06 PM IST

ઠક્કરનગરમાં સ્ટુડિયોમાં ઘુસી યુવકે વેપારી પર કર્યો જીવલેણ હુમલો, ઘટના CCTV માં કેદ

અમદાવાદ :શહેરના પૂર્વ વિસ્તારમાં ઉછીના આપેલા પૈસા પરત માંગનાર વેપારી પર યુવકે પૈસા આપવાના બદલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઠક્કરબાપાનગર ખાતે ફોટોગ્રાફીનું કામ કરતા અમિત અગ્રવાલ નામના વેપારીના સ્ટુડિયોમાં ઘૂસીને એક શખ્સે છરીથી હુમલા કર્યા હતા. જે બાબતે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભવાની ચોક પાસે વંશ સ્ટુડિયો ધરાવી છેલ્લા 17 વર્ષથી ફોટોગ્રાફીનું કામ કરતા અમિત અગ્રવાલ નામના 28 વર્ષીય વેપારી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બીજી એપ્રિલ 2023ના રોજ રાત્રે પોણા બાર વાગે આસપાસ વેપારીનો મિત્ર કેમેરો આપવા આવનાર હોવાથી તે દુકાને એકલા બેઠા હતા. તે સમયે દિલીપ વશરામભાઈ પરમાર નામનો યુવક દુકાનની અંદર આવ્યો હતો અને ગાળાગાળી કરી જુના ઝઘડાની અદાવત રાખી પોતાની પાસે રહેલા ચપ્પુથી વેપારીને શરીરના અલગ અલગ જગ્યાએ હુમલા કર્યા હતા. આજે તો તને જાનથી મારી નાખવાનો છે, તેવું કહીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

વેપારીને બચાવ્યો : વેપારીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થતા વેપારીને બચાવ્યા હતા અને આ સમગ્ર મામલે વેપારીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડીને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, વેપારી પર થયેલા જીવલેણ હુમલાની સમગ્ર ઘટના સ્ટુડિયોમાં લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઈ હતી. જેમાં આરોપી નશાની હાલતમાં હોય તેવું જણાઈ આવ્યું હતું.

આ પણ વાંચો :Dutch woman assault: ગોવામાં ડચ મહિલા પર હુમલો, હોટલના કર્મચારીની ધરપકડ

પૈસા પરત માંગતા હુમલો : આ મામલે વેપારીના જણાવ્યા અનુસાર તેને આરોપી દિલીપ પરમારને થોડાક સમય પહેલા ઉછીના પાંચથી છ હજાર રૂપિયા આપ્યા હતા. જે રૂપિયા તેઓએ થોડાક દિવસો પહેલા જ પરત માંગ્યા હતા. પૈસા પરત કેમ માંગ્યા તે બાબતની અદાવત રાખીને આરોપીએ તેઓની પર આ હુમલો કર્યો છે. તેવી હકીકત જણાવી હતી.

આ પણ વાંચો :Jetpur News: બબાલ કરનારાને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો, ફરિયાદ થઈ

હુમલાખોર જેલવાસ ભોગવી ચૂક્યો : આ ગુનામાં સામે આરોપી દિલીપ પરમાર અગાઉ પણ અલગ અલગ કેસમાં જેલવાસ ભોગવી ચુક્યો છે. પાસા પણ કાપી ચૂક્યો છે ત્યારે આ ઘટનાને લઈને કૃષ્ણનગર પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેને પકડવાની કવાયત શરૂ કરી છે. આ અંગે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI એ.જે ચૌહાણે જણાવ્યું હતું કે, આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details