ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: PPE કીટમાં સજ્જ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ સિવાય સિવિલના અન્ય કોરોના યોદ્ધાઓ એટલે PRO

અમદાવાદના કોરોના વૉર રૂમમાં રહીને મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ જ્યાં દર્દીઓની સારવાર કરતા હોય છે, ત્યારે વૉર રૂમની બહાર દર્દીના સગાને યેનકેન પ્રકારે મદદરૂપ બની તેમની ચિંતા દૂર કરવાનું કામ સિવિલ હોસ્પિટલના પી.આર.ઓ. કરી રહ્યાં છે. સિવિલની ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ જ્યારે એકલવાયુ અનુભવતા હોય છે, ત્યારે તેમને કાઉન્સેલીંગ કરવાનું કામ પણ પી. આર.ઓ. કરી રહ્યા છે અને કોરોના વોરિયર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

eta bharat
અમદાવાદ : PPE કીટમાં સજ્જ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ સિવાય સિવિલના અન્ય કોરોના યોદ્ધાઓ એટલે PRO

By

Published : Jul 4, 2020, 2:02 PM IST

અમદાવાદઃ શરૂઆતના દિવસોમાં કોરોનાની સંવેદનશીલતા વચ્ચે દર્દીઓ જ્યારે ડિસ્ચાર્જ થતા ત્યારે વ્યવસ્થિત પણે આખી પ્રક્રિયા કરી તેમને બસમાં બેસાડી ઘર સુધી સલામતીપૂર્વક પહોંચાડવાની જવાબદારી સિવિલના પી.આર.ઓ.ની હતી. સિવિલના કોરોના હેલ્પ ડેસ્ક પરથી સારવાર લઈ રહેલા દર્દીને તેમના સગા દ્વારા જીવનઆવશ્યક વસ્તુઓ, કપડા, મોબાઈલથી લઈ મોબાઈલ ચાર્જર સુધ્ધા સરળતાથી પહોંચે તે જવાબદી પણ પી. આર. ઓ. સ્વીકારીને બખૂબી નિભાવી રહ્યાં છે.

અમદાવાદ : PPE કીટમાં સજ્જ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ સિવાય સિવિલના અન્ય કોરોના યોદ્ધાઓ એટલે PRO

સિવિલના સિનિયર પી. આર. ઓ. ભુપેન્દ્રસિંહ કુંપાવત કહે છે કે, દર્દી અને તેમના સગાની દરકાર કરી તેમને મદદ કરવા અમારા 25 (પચ્ચીસ) પી.આર.ઓ.ની ટીમ 24*7 કાર્યરત રહે છે. કોરોનાની સારવારમાં સગાનું દર્દીથી સંપર્ક કરવું મુ઼શકેલ બની રહે છે, ત્યારે અમારા પી. આર. ઓ. દર્દી અને સગા વચ્ચેના સેતુ બનીને વીડિયો કોલ મારફતે વાર્તાલાપ કરાવે છે.

તેમણે વધુમાં કહ્યુ હતું કે, ધણા કિસ્સાઓમાં જ્યારે અતિ ગંભીર પરિસ્થિતિઓમાં દર્દી સારવાર માટે આવે, તેમાં પણ ઘણાં દર્દીઓ અભણ પણ હોય છે, ત્યારે તેમને કેસ કઢાવી આપવાથી લઈ સારવાર અર્થે વોર્ડમાં દાખલ થવા સુધીની મદદ અમે કરીએ છીએ. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ. દર્દીના સગાઓની સારવારથી લઈ અન્ય કોઈપણ પ્રકારની ફરિયાદનો સંતોષકારક નિવારણ લાવવામાં મદદરૂપ બનીએ છીએ.

અમદાવાદ : PPE કીટમાં સજ્જ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ સિવાય સિવિલના અન્ય કોરોના યોદ્ધાઓ એટલે PRO

પી.પી.ઈ. કીટમાં સજ્જ તબીબો, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફની સાથે-સાથે આ તમામ પી. આર. ઓ. પણ એટલા જ સન્માનને પાત્ર છે. તેમણે પણ કોરોના વોરિયર્સ બનીને શારિરિક-માનસિક રીતે દર્દી અને તેમના સગાને હૂંફ, પ્રેમ આપી અનેક રીતે મદદરૂપ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details