અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા રાજસ્થાન સરકારના રાઇટ ટુ હેલ્થ બિલને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાઇટ ટુ હેલ્થ બિલને લઈને અંદાજે 12000થી પણ વધુ સભ્યોએ કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યા છે. તે સમગ્ર દેશમાં ચાલતી ખાનગી હોસ્પિટલો માટે ખૂબ જ પડકાર જનક છે. દેશની તમામ ખાનગી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ જેથી તમામ સારવાર પણ શક્ય હોતી નથી. તેના કારણે આ બિલ અવ્યવહારુ ગણાવી રહ્યા છે.
રાજસ્થાનના રાઇટુ હેલ્થ બિલનો વિરોધ :અમદાવાદ મેડિકલ એસોસિએશન સેક્રેટરી મુકેશ મહેશ્વરી જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજસ્થાન સરકાર દ્વારા મંજૂર કરાયેલા રાઇટ ટુ હેલ્થ બિલ અવ્યવહારુ છે. જેને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાઇટ ટુ હેલ્થ અંતર્ગત સામે કોઈપણ ફરિયાદ થાય તો સરકાર દ્વારા અધિકૃત કરેલા સ્થાનિક પ્રતિનિધિ કોની સમિતિ નિર્ણય લેશે જે તદ્દન વ્યાજબી બાબત છે. આવા સમિતિ તજજ્ઞ તબીબો અને મેડિકલ એસોસિએશનની હોદ્દેદારો જ સભ્ય તરીકે હોવા જોઈએ. જેથી યોગ્ય ફરિયાદનું નિરાકરણ લાવી શકાય છે.
65 ટકા ખાનગી હોસ્પિટલમાં સારવાર :વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકાર દ્વારા રાઈટ ટુ હેલ્થ જોગવાઈ અનુસાર દરેક નર્સિંગ હોમ અને તબીબે ઇમરજન્સીમાં ગમે તે સમયે દર્દીને તેને કોઈપણ ખર્ચ લીધા વગર સારવાર આપવી શક્ય નથી. કારણ કે દેશમાં દર્દીઓની અંદાજિત 65 ટકા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે. જે મને ઘણા નર્સિંગ હોમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો લેવલના નથી હોતા. જે તમામ પ્રકારની ઈમરજન્સી સારવાર કરવા સક્ષમ હોતા નથી. પરંતુ રાઈટ ટુ હેલ્થ એક્ટની જો આ જોગવાઈમાં તબિયત કરતા દર્દીના સ્વાસ્થ્ય હિતમાં પણ નથી.