થેલેસેમિયા પીડિતા સાથે ફેરા ફરી નવીને નવા રંગો ભર્યા અમદાવાદ:કહેવાય છે કે હિંમત કરવાથી દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી શકતી નથી અને અશક્ય વસ્તુ પણ શક્ય કરી શકાય છે તેવું જ એક ઉત્તમ ઉદાહરણ અમદાવાદમાં રહેતી કિંજલ લાઠીએ દુનિયા સમક્ષ મૂક્યું છે. પોતે ત્રણ મહિનાની હતી અને થેલેસેમિયા થયો હતો. એક સમયે તેને સાથે લગ્ન કોણ કરશે તે પણ ચિંતા હતી. ત્યારે આજે લગ્ન કરી ખુબ જ સુંદર રીતે જીવન પસાર કરી રહી છે.
પરિવારને મનાવીને કિંજલ અને નવીનના 2017માં ધામધૂમ લગ્ન થયા "મારા જન્મના ત્રણ મહિના પછી મારા પરિવારને ખબર પડી કે મને મેજર થેલેસેમિયા છે. જેના પગલે દર 15 દિવસે લોહીની બોટલ ચડાવી ખૂબ જ જરૂરી હતી. થેલેસેમિયાના તે સમયે કોઈપણ પ્રકારની સારવાર ઉપલબ્ધ ન હતી. જેને લઇને પરિવારને તેના ભવિષ્યની ચિંતા થવા લાગી હતી--કિંજલ લાઠી (થેલેસેમિયા દર્દી)
કિંજલના હાથમાં મહેંદી મુકાઈ તેવી ઈચ્છા: એક દીકરીને પોતાના ઘરેથી વિદાય થઈને સાસરે જાય એવું દરેક પરિવાર ઈચ્છા વ્યક્ત કરતો હોય છે. તેવી જ રીતે કિંજલનો પરિવાર પણ તેના હાથમાં મહેંદી મુકાઈ, પરંતુ તેને મેજર થેલેસેમિયા હોવાને કારણે તેની સાથે લગ્ન કોણ કરશે સાથે જ તેનો પરિવાર તે ઈચ્છતો હતો કે થેલેસેમિયામાં કોઈ ચોક્કસ ઈલાજ ન હોવાને કારણે હવે તે જેટલું જીવે તે સારી રીતે જીવે અને તે અમારી સાથે જ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરીને દિવસો પસાર કરતા હતા.
બંને હાલ એકબીજાને સુખ દુઃખમાં સાથ આપી રહ્યા છે "હું અને કિંજલ બંને 2012માં મિત્ર બન્યા હતા. એક બંને આજુબાજુની સોસાયટીમાં રહેતા હતા અને વારંવાર તેમને મળવાનું થયું મિત્રતા થઈ અને અંતે મિત્રતા બાદ અમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા"--નવીન લાઠી (કિંજલના પતિ)
નવીનના પ્રેમમાં પડી કિંજલ:કિંજલે વિચાર્યું હતું કે મને મેજર થેલેસેમિયા હોવાને કારણે કોઈ છોકરો પસંદ કરશે નહીં. પરંતુ તેની સોસાયટીની બાજુની સોસાયટીમાં રહેતા નવીન નામનો છોકરો તે કિંજલના સંપર્કમાં આવ્યો. શરૂઆતમાં મિત્રતા બની એકબીજા સાથે વાતચીત થઈ અને બંને મિત્રતા પ્રેમમાં પલટાઈ હતી. નવીને કિંજલ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કિંજલએ નવીને કહ્યું કે મને મેજર થેલેસેમિયા છે. મારું જીવન કેટલું છે મને પણ ચોક્કસ ખબર નથી તો તું શા માટે મારી સાથે લગ્ન કરે છે. ત્યારે નવીને કહ્યું તું ગમે તેટલું જીવે પણ જેટલું પણ જીવે છે. હું તારી સાથે જ જીવીશ અને લગ્ન પણ હું કરીશ તો માત્ર તારી સાથે જ નહીંતર જીવનભર કોઈ સાથે લગ્ન કરીશ નહીં.
કિંજલ લાઠી અને નવીન લાઠીના ઘરે તંદુસ્ત બાળકીનો જન્મ 'બાળકી હાલ તો તંદુરસ્ત છે પરંતુ તેને માઈનર થેલેસેમિયા છે. બાળકીને રેગ્યુલર મેડિકલ ચેક અપ કરાવવું જોઈએ. સામાન્ય રીતે આ રોગમાં શરીરનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. પ્રિકોશન તરીકે બાળકીને નિયમિત ધોરણે તપાસ કરાવવી અનિવાર્ય છે. સામાન્ય રીતે માઈનર કે મેજર થેલેસેમિયાના દર્દી લગ્ન કરે તો વારસાગત આ રોગ આગળ વધવાની શક્યતા છે. પરંતુ જો સામાન્ય થેલેસેમિયા વાળા દર્દી કોઈ થેલેસેમિયા વગરના વ્યક્તિ સાથે લગ્ન કરે તો 50 ટકા ચાન્સ હોય છે કે બાળક નોર્મલ જન્મે. જો બંને માઈનર થેલેસેમિયા વાળા દર્દી લગ્ન કરે તો 25 ટકા ચાન્સ છે કે બાળક નોર્મલ જન્મે, 25 ટકા ચાન્સ છે કે બાળક મેજર થેલેસેમિયા સાથે જન્મે અને 50 ટકા ચાન્સ છે કે તેમના જેવા જ એટલે કે માઈનર થેલેસેમિયા સાથે જન્મે.' -હિતેશ રાઠવા, ડોક્ટર
પરિવારમાં ખુશી: જ્યારે કિંજલએ તેના પરિવારને પોતે નવીન સાથે પ્રેમ કરે છે તેની વાત કરી અને બંને લગ્ન કરવા તૈયાર છે. ત્યારે કિંજલના પરિવારમાં તો ખુશી તો જોવા મળી રહી હતી. કારણ કે દરેક પરિવાર પોતાની દીકરી સાસરે જાય તે ઇચ્છતું હોય છે. પરંતુ બીજી બાજુ નવીનનો પરિવાર કિંજલ સાથે લગ્ન કરવા તૈયાર ન હતો. કારણ કે કિંજલને થેલેસેમિયા હોવાને કારણે તેની સાથે લગ્ન કરવાની મંજૂરી આપવામાં તૈયાર ન હતું. પરંતુ નવીન કિંજલ સાથે લગ્ન કરવાની લઈને અડગ હતો. પરિવારને મનાવીને કિંજલ અને નવીનના 2017માં ધામધૂમ લગ્ન થયા.
તંદુરસ્ત બાળકીનો થયો જન્મ: દરેક પતિ પત્ની અને દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે તે દાદા દાદી કે માતા-પિતા બને પરંતુ કિંજલને મેજર થેલેસેમિયા હોવાને કારણે કે બાળક જન્મ આપે તે ખૂબ જ મુશ્કેલ હતું. થેલેસેમિયા વારસાગત હોવાને કારણે તેના બાળકોને પણ થેલેસેમિયા થાય તેવી સંભાવના પણ જોવા મળતી હતી. તેના પતિ નવીનને જાણ કરી કે મારે બાળક જોઈએ છે.
બાળકને કારણે ખોવા માંગતો નથી:નવીને કહ્યું, તું બાળકને જન્મ આપી શકે તે ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તને એક થેલેસેમિયા છે. બાળકને કારણે તને હું ખોવા માંગતો નથી. જો તારે બાળક જોઈતું હોય તો આપણે કોઈ બાળકને દત્તક લઈ લઈએ છીએ. પરંતુ કિંજલ ઇચ્છતી હતી કે પોતે જ તે બાળકને જન્મ આપે. અને આખરે લગ્નના એક વર્ષ બાદ તેને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. જોકે બાળકીને સામાન્ય થેલેસેમિયા છે. જે સારવારથી પણ દૂર કરી શકાય છે. પરંતુ હાલ 32 વર્ષની ઉંમરે પણ કિંજલ અને નવીન સામાન્ય માણસની જેમ સુંદર રીતે અને ખૂબ મજાથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છીએ બંને હાલ એકબીજાને સુખ દુઃખમાં સાથ આપી રહ્યા છે.
- Navsari News : પતિના મૃત્યુની જાણ થતાં પત્નીના પ્રાણ નીકળી ગયા, સેવાભાગી દંપતીએ પકડી અનંતની વાત
- અજબ પ્રેમ કી ગજબ કહાની: કલોલમાં 26 વર્ષની શિક્ષિકાએ 14 વર્ષના વિદ્યાર્થીને આપ્યું 'પ્રેમનું ટ્યૂશન'