જવેલર્સને ત્યાં લૂંટનો પ્રયાસ કરનાર એક આરોપી ઝડપાયો અમદાવાદ:બેરોજગારીના કારણે હવે ચોરી અને લૂંટના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં ચોરીની ઘટના બની હતી. જેમાં શિવ કૃપા જ્વેલર્સમાં વેપારીને હથિયાર બતાવી તેઓની પાસે રહેલા સોના ચાંદીના દાગીના ભરેલો થયેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને અમદાવાદ પોલીસએ તપાસ કરી હતી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સામેલ આરોપીઓને પોલીસે દબોચી લીધો હતો.
લૂંટ કરવાનો પ્રયાસ:શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલી એપ્રિલે સવારના સમયે નરોડા ફાયર સ્ટેશનની સામે આવેલા શિવ કૃપા જ્વેલર્સમાં વેપારીને હથિયાર બતાવી તેઓની પાસે રહેલ સોના ચાંદીના દાગીના ભરેલો થયેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સામેલ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીઓએ જ્વેલર્સમાં વેપારીને બંદૂક બતાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વેપારીએ પ્રતિકાર કરતા આરોપીઓએ બંદૂકના પાછળના ભાગેથી વેપારીને માથામાં ફટકાવો મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો Ahmedabad Crime: તાજ હોટેલમાં તાશ કે પત્તે, હાઈપ્રોફાઈલ કહેવાતા લોકો શકુની બની બેઠા હતા
દુકાનની રેકી:આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે FSL ચાર રસ્તા પાસેથી ગુનામાં સામેલ સર્વેન્દ્ર બાલાદિન યાદવ નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક પિસ્તોલ, એક દેશી તમંચો, ખાલી મેગેઝીન અને 41 જેટલા કારતુસ તેમજ મોબાઇલ ફોન સહિત 39 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપીની તપાસ કરતાં સામે આવ્યું હતું કે, તેની સાથે આ ગુનામાં સામેલ જર્મન ઉર્ફે ફોજી યાદવ નામના ઉત્તરપ્રદેશનો આરોપી અઠવાડિયા પહેલા લાવ્યો હતો. તેની સાથે આ ગુનામાં ગોવિંદ ઉર્ફે લાલા રાઠોડ અને જર્મન ઉર્ફે ફોજી યાદવ અને અજય નામનો આરોપી સામેલ હતો. આરોપીએ ગુનાને અંજામ આપતા પહેલા બે દિવસ સુધી દુકાનની રેકી કરી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime News : વિવેકાનંદનગરમાં યુવકે વીડિયો બનાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કર્યા ગંભીર આક્ષેપ
ભાગી જવાનો પ્લાન:દુકાનના વેપારી સવારના સમયે એકલા હોય છે. જેથી તેણે પોતાના મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટના પ્લાનને અંજામ આપવા માટે ઉત્તર પ્રદેશથી નિવૃત્ત આર્મી જવાન જર્મન ઉર્ફે ફોજી યાદવ હથિયારો સાથે બોલાવી ગુનાને અંજામ આપ્યો હતો. આ મામલે ઝડપાયેલો આરોપી સર્વેન્દ્ર યાદવ લૂંટ થઈ તે ઘટના સ્થળના ખૂબ જ નજીક રહેતો હોવાથી તે વિસ્તારથી જાણકાર હતો.
લૂંટના ગુનાને અંજામઃ પોતાના સાગરીતો સાથે મળીને લૂંટના ગુનાને અંજમ આપી ઉત્તરપ્રદેશ પરત ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ મિતેષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સામેલ એક આરોપીને પકડીને ગુનામાં વપરાયેલા હથિયાર કબજે કર્યા છે. આ ગુનામાં હજુ પણ ત્રણ આરોપીઓ વોન્ટેડ હોય તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.