શહેર પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં વકીલોએ રજુઆત કરી હતી કે, સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વકીલો પ્રતિષ્ઠિત નાગરીકો છે. તેમને ટ્રાફિક નિયમો હેઠળ જાહેર માર્ગ પર રોકવામાં આવે તો જાહેર પ્રજા વચ્ચે અપમાન થાય અને કોર્ટનું સમય પણ વ્યર્થ થાય અને પક્ષકારોના કેસ ઉપર વિપરીત અસર પડી શકે છે. વકીલો કોર્ટ આવતા - જતાં હોય ત્યારે પોલીસ દ્વારા પુછપરછ ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.
અમદાવાદમાં બાર એસોસિયેશનના વકીલોએ ટ્રાફિકના નિયમમાં રાહતની કરી માંગ - trafficviolation
અમદાવાદ: કાયદો સર્વમાન અને સમાનની વાત તો સાંભળી હશે, પરતું અમદાવાદમાં ટ્રાફિકના નિયમોમાં થયેલા વધારા બાદ સોમવારે ધ અમદાવાદ બાર એસોસિયેશન અને ધ અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિયેશન દ્વારા શહેર પોલીસને રજુઆત કરવામાં આવી હતી.
![અમદાવાદમાં બાર એસોસિયેશનના વકીલોએ ટ્રાફિકના નિયમમાં રાહતની કરી માંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4463829-thumbnail-3x2-fg.jpg)
etv bharat ahmedabad
અમદાવાદ બાર. એસ્સોશિયેન દ્વારા શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંહ, ગૃહ રાજ્ય પ્રધાન, સ્ટેટ આઈ.જી. અને ટ્રાફિક પોલીસ અધિકારી કન્ટ્રોલ રૂમ સહિતને આવેદન પત્રની નકલ રવાના કરી છે.