અમદાવાદઉત્તરાયણના (Uttarayan Festival 2023) તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગરસિયાઓ અને પતંગના વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આ વખતે પતંગરસિયાઓ (Ahmedabad Kite Seller made Automatic Firki) ખૂબ જ આરામથી અને ચિંતા વગર પતંગ ચગાવી શકશે. તેમને આ વખતે ફિરકીમાં દોરી લપેટવામાં કોઈ મહેનત નહીં કરવી પડે. કારણ કે, અમદાવાદના જ એક વેપારીએ દેશની પહેલી ઑટોમેટિક ફિરકી (Ahmedabad Kite Seller made Automatic Firki) બનાવી બજારમાં ઉપલબ્ધ કરાવી છે.
3 દિવસ ચાલશે બેટરી આ વેપારીએ 5 વર્ષની મહેનત બાદ આ ઑટોમેટિક ફિરકી (Ahmedabad Kite Seller made Automatic Firki) બનાવી છે, જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોંડલ, પોરબંદર સહિતના શહેરોમાં ઉપલબ્ધ હશે. 9 વોલ્ટના પાવરની આ ફિરકી સળંગ 3 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાશે. એટલે કે દર વખતે અવનવી પતંગો તો બજારમાં આવે જ છે, પરંતુ આ વખતે આ ઑટોમેટિક ફિરકી સૌનું (Ahmedabad Kite Seller made Automatic Firki) ધ્યાન ખેંચી રહી છે તેવું લાગી રહ્યું છે.
એક બટન દબાવવાથી ફિરકી ચાલુઆ અંગે ફિરકીના (Ahmedabad Kite Seller made Automatic Firki) વેપારી ભાવિનભાઈએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાંચેક વર્ષથી અમે આવી ફિરકી રાહ જોઈ રહ્યા હતા. બાળકોમાં પણ એક માગણી હતી કે, દોરી લપેટવામાંથી મુક્તિ મળે. દોરીનો ખૂબ મોટા પ્રમાણમાં બગાડ થતો હતો, જેથી આના ઉપર અમે સંશોધન કરી રહ્યા હતા. છેલ્લા પાંચેક વર્ષથી પ્રયત્નો ચાલુ હતા. તેના ફળ સ્વરૂપે અમને ફાઈનલ પ્રોડક્ટ અમારા હાથમાં આવી છે. એક જ બટન દબાવવાથી ફિરકી દોરી લપેટવાનું ચાલુ કરી દે છે.