ગુજરાત

gujarat

ETV Bharat / state

Valentine Day 2023 : તુ મેરી જીંદગી હે, જીવનસાથીને બચાવવા કિડની ભેટના 210 પ્રેરણાત્મક કિસ્સાઓ - valentine day shayari

અમદાવાદમાં વેલેન્ટાઇન્સ ડે વખતે પતિ પત્નીના પ્રેરણાત્મક કિસ્સો જોવા મળ્યો છે. વેલેન્ટાઇન્સ અવસર પર છેલ્લા 6 વર્ષમાં પતિ-પત્નીએ એકમેકને કિડની દાન આપ્યું હોય તેવા 210 કિસ્સા નોંધાયા હતા. જેમાં પતિ કરતા પત્નીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

Valentine Day 2023 : તુ મેરી જીંદગી હે, જીવનસાથીને બચાવવા કિડની ભેટના 210 પ્રેરણાત્મક કિસ્સાઓ
Valentine Day 2023 : તુ મેરી જીંદગી હે, જીવનસાથીને બચાવવા કિડની ભેટના 210 પ્રેરણાત્મક કિસ્સાઓ

By

Published : Feb 14, 2023, 11:15 AM IST

Updated : Feb 14, 2023, 11:49 AM IST

અમદાવાદ : પ્રેમ અને સ્નેહની ઉજવણીનો દિવસ સંત વેલેન્ટાઈનના નામ સાથે જોડાયેલો આ ઉત્સવ આજે વિશ્વના અનેક દેશોમાં મનાવવામાં આવશે. જેમાં આજના દિવસે પ્રેમીઓ ગુલાબના ફૂલથી લઈને ડાયમંડ પ્લેટિનમ રિંગની સોગાદ એકમેકને આપી પ્રેમ વ્યક્ત કરશે. પરંતુ, એવા પણ પ્રેમીઓ છે જેમણે પોતાની કિડની દાન કરીને પોતાના જીવનસાથીને નવજીવન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈ. સ. પૂર્વે 269માં ક્લોડિયસ બીજાના હૂકમથી બલિવેદી પર ચડેલા સંત વેલેન્ટાઇનનો સ્મૃતિ દિન 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે તરીકે સમગ્ર વિશ્વમાં મહકેવાનો શરૂ થયો. ત્યારે ગુજરાતમાં 6 વર્ષ દરમિયાન જ જીવનસાથીએ એકમેકને કિડની દાન આપીને 210 પ્રેરણાત્મક જ નહીં પ્રેમાત્મક કિસ્સા નોંધાયા છે.

આ પણ વાંચો :Valentine Day 2023 : 15 ફૂટ સુધીના રંગબેરંગી ગુલાબવાળા ગુલદસ્તાઓ પ્રેમીઓ કરાવે છે તૈયાર

વેલેન્ટાઈન ડે પર કિડનું દાન : આ દિવસ પરલોકો પ્રેમીઓને ખુશ કરવા માટે અવનવા પ્રકારની વસ્તુઓ કરતા હોય છે, ત્યારે મળતી માહિતી મુજબ 2021માં અમદાવાદમાં વેલેન્ટાઇન્સ ડે વખતે એક પ્રેરણાત્મક કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં છેલ્લા 3 વર્ષથી કિડનીની સમસ્યા સામે ઝઝૂમી રહેલી પત્ની માટે પતિએ કિડનીનું દાન આપ્યું હતું. જોકે, આવા કેટલાક અપવાદ કિસ્સાને બાદ કરતાં પતિઓમાં હજુ પત્નીને કિડનીનું દાન કરવાનું પ્રમાણ નહિવત છે. 6 વર્ષમાં પતિ-પત્નીએ એકમેકને કિડની દાન આપ્યું હોય તેવા 210 કિસ્સા નોંધાયા હતા. જેમાં પત્નીનું પ્રમાણ 178 જ્યારે પતિનું પ્રમાણ માત્ર 32 હતું.

કિડનીનું દાન :ગુજરાતમાં પતિ પત્ની દ્વારા એકમેકને અપાયેલી કિડનીના દાનની વાત કરીએ તો, વર્ષ 2018 પતિ દ્વારા 09 પત્ની દ્વારા 40, વર્ષ 2019 પતિ દ્વારા 09 પત્ની દ્વારા 46, વર્ષ 2020 પતિ દ્વારા 02 પત્ની દ્વારા 15, વર્ષ 2021 પતિ દ્વારા 06 પત્ની દ્વારા 35, વર્ષ 2022 પતિ દ્વારા 06 પત્ની દ્વારા 43 આકંડાઓ સામે આવ્યા હતા.

મહિલાએ સૌથી વધુ કિડની દાન : કિડની હોસ્પિટલના ડાયરેક્ટર વિનીત મિશ્રાએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજના યુવાનો વેલેન્ટાઈન દિવસે ગુલાબનું ફૂલ આપતા હોય છે, પરંતુ આ ગુલાબનું ફૂલ એક કે બે દિવસની અંદર કરમાઈ જાય છે. પરંતુ અન્ય જરૂરિયાત મંદોને કોઈ અંગ દાન આપવામાં આવે ત્યારે તે જ દાન આવનાર 40 કે 50 વર્ષ સુધી જીવિત રહે છે. વધુમાં જણાવ્યું હતું કે, જો કિડની દાનની વાત કરવામાં આવે તો છેલ્લા 4 વર્ષમાં પુરુષની સરખામણીએ મહિલા સૌથી વધુ કિડની દાન કર્યું છે. જેમાં 2018માં 9 પુરુષોએ કિડની દાન કર્યું છે. જ્યારે 40 મહિલાએ કિડની દાન કર્યું છે. 2019માં 9 પુરુષો અને 45 મહિલા, 2020માં 2 પુરુષ 15 મહિલા, 2021માં 6 પુરુષ અને 35 મહિલા, 2022માં 6 પુરુષ અને 43 મહિલા એમ મળીને કુલ 32 પુરુષ અને 178 મહિલાઓએ કિડની દાન કર્યું છે.

આ પણ વાંચો :Valentine Day 2023: સુરતના વિદ્યાર્થીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે, કાલે આપશે ભેટ

પ્રેમી કે પ્રેમિકાના ચહેરા પરનું સ્મિત કરમાવવું : હકીકતમાં સાચો પ્રેમ એ છે જેમાં એકમેક માટે જીવ ન્યોચ્છાવર કરવાની, સમર્પણની ભાવના સમાયેલી હોય. એકમાત્ર ધ્યેય એ હોય કે પોતાને ભલે પીડાને સામનો કરવો પડે પણ પોતાના પોતાના પ્રેમી કે પ્રેમિકાના ચહેરા પરનું સ્મિત કરમાવવું જોઇએ નહીં. ગુજરાતમાં એવા પણ પતિ-પત્નીઓ છે જેમણે દરેક વિકટ સ્થિતિમાં ઢાલની જેમ રક્ષણ આપીને ખરા અર્થમાં જીવનસાથીની ભૂમિકા સાર્થક કરી છે. ગુજરાતમાં 2021માં કુલ કુલ 304 ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. જેમાં 35 કિસ્સામાં પત્નીએ પતિને જ્યારે 6માં પતિએ પત્નીને કિડની આપીને નવજીવન આપ્યું છે.

Last Updated : Feb 14, 2023, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details