ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો - Ahmedabad Kidnapping beaten up

અમદાવાદના આનંદનગરમાં પ્રેમસંબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કર્યાનું સામે આવ્યું છે. ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં માર મારીને ભાઈને હોસ્પટિલે લઈ ગયો હતો. આરોપીએ ભાઈને ફરીયાદ ન કરવાની ધમકીઓ આપી હતી. પરતું ભાઈએ ફરીયાદ દાખલ કરતા પોલીસે આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો
Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો

By

Published : Apr 4, 2023, 4:22 PM IST

અમદાવાદમાં પત્નીને ભગાડી જનાર શખ્સ પતિનું અપહરણ કર્યું

અમદાવાદ :શહેરમાં પ્રેમસબંધ મામલે અદાવત રાખીને યુવકનું અપહરણ કરી માર મારવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અમદાવાદના આનંદનગરમાં રહેતા યુવકની પત્નીને તેનો માસીનો દીકરો અગાઉ ભગાડી ગયો હતો. ત્યારબાદ તે જ યુવકના ભાઈએ બંનેના ફોટા સમાજમાં બતાવતાં તેની અદાવત રાખીને આરોપી ભાઈએ ભાઈનું અપહરણ કરીને તેને રાજસ્થાનના ડુંગરપુર લઈ ગયો હતો. ત્યાં તેને માર મારીને હાથમાં ફ્રેક્ચર કરી નાંખ્યું હતું.જે બાદ યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શું હતો સમગ્ર મામલો : મૂળ રાજસ્થાનના અને આનંદનગરમાં રહેતા અનિલ લબાના નામના યુવકના લગ્ન 2006માં એક યુવતી સાથે થયાં હતાં. આ યુવતી લગ્ન બાદ ગામડે જ રહેતી હતી. યુવક અમદાવાદમાં ડ્રાઈવર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ યુવકને ત્યાં લગ્ન બાદ બે દીકરા અને બે દીકરીઓનો જન્મ થયો હતો. પરંતુ તેના માસીનો દીકરાનો દીકરો પ્રિતેશ લબાના અનિલની પત્નીને ભગાડીને લઈ રફુચક્કર થઈ ગયો હતો. જેની રાજસ્થાનના ધંબોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

પરિવારજનોને ધમકી : જે બાદ પ્રિતેશના કુટુંબીઓએ અનિલની પત્ની પ્રિતેશ સાથે હોવાની વાતને કબૂલ કરી ન હતી. ત્યારબાદ અનિલની પત્નીએ ધંબોલા પોલીસ સ્ટેશન ખાતે આવીને પોતે એકલી રહેવા માંગે છે. તેવું જણાવીને પોતાની સાથે અનિલના દીકરા રવિન્દ્રને પણ લઈ ગઈ હતી. ત્યારબાદ અનિલને પત્નીના મોબાઈલમાં પ્રિતેશ સાથેના ફોટા મળતા તેણે સમાજના આગેવાનોને મોકલ્યા હતા. તેની જાણ પ્રિતેશ અને તેના પરિવારના લોકોને થતાં તેની અદાવત રાખીને પ્રિતેશના પરિવારજનોએ ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો :Ahmedabad Crime : 17 લોકોના અપહરણ કેસમાં ભાજપના નેતાના નામ સામે આવ્યા ખળભળાટ

લાકડીથી હાથ પર ફટકા માર્યા : અમદાવાદમાં બીજી 3 એપ્રિલના રોજ અનિલ લબાના તેની ગાડીમાં પેસેન્જર લઈને આનંદનગર પાસે ગયો હતો. જે દરમિયાન પ્રિતેશ લબાના સહિત બેથી ચાર શખ્સો ત્યાં આવીને અનિલની સાથે મારઝૂડ કરવા લાગ્યા હતાં. આ લોકોએ તેની ગાડીનો કાચ ફોડી નાખ્યો હતો. તેને લઈને મેમનગર આવેલા અને ત્યાંથી તેને લઈને રાજસ્થાનના ડુંગરપુર લઈ ગયાં હતાં. જ્યાં અનિલને પ્રિતેશ અને તેના માણસોએ લાકડીથી હાથ પર ફટકા માર્યા હતાં. તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. તેને ફરિયાદ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રિતેશ અનિલને લઈને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો.

આ પણ વાંચો :Vadodara Crime : ભંગારના વેપારી રાજુનાથ હત્યા કેસના મુખ્ય આરોપી રાજુ અને બેચર ભરવાડ પાસે હરણી પોલીસે કરાવ્યું રીકન્સ્ટ્રક્શન

પ્રિતેશ લબાનાની ધરપકડ : જ્યાં ડોક્ટરે તેના હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અનિલે આ સમગ્ર બાબતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે આનંદનગર પોલીસમાં મથકે ફરિયાદ નોંધાતા જ પોલીસે પ્રિતેશ લબાના નામના આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે હાલ તો પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના PI વી.એમ દેસાઈએ જણાવ્યું હતું કે, આ મામલે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની તપાસ હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details