ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ બની કાંકરિયા શાળા નંબર 5-6

અમદાવાદઃ સરકારી શાળાઓની જૂનીપુરાણી છબી વિશે માધ્યમોમાં ખબર આવતાં રહે છે. ત્યારે કેટલાક એવા પણ સમાચાર હોય છે જે તરત ધ્યાન ખેંચનાર બની રહે છે. અમદાવાદની એક સરકારી શાળા હવે શહેરની પ્રથમ સ્માર્ટ સ્કૂલ બની ગઈ છે. જ્યાં ભણનારાં બાળકો અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરશે. આ સુવિધાઓમાં જોયફૂલ લર્નિંગ ક્લાસ, સ્માર્ટ ક્લબ, મેથ્સ-સાયન્સ લેબ, ડિઝિટલ પ્લેનેટોરિયમ, ફ્યુચર ક્લાસરૂમ, થ્રીડી એજ્યુકેશનલ ચાર્ટ વીથ વોલ વોટરપ્રૂફિંગ, ફ્લેસ સેલિંગ અને મલ્ટી પ્લે સ્ટેશન મુખ્ય આકર્ષણ છે

By

Published : Jan 13, 2020, 8:51 PM IST

કાંકરીયા શાળા બની સ્માર્ટ સ્કૂલ
કાંકરીયાની સરકારી શાળાની કાયાપલટ, સ્માર્ટ સ્કૂલ બની

ખાનગી શાળાઓને ટક્કર આપવા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા મ્યુનિસિપલ શાળા નંબર-5અને6ને કુલ રૂપિયા1.60કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલમાં તબદિલ કરવામાં આવી છે.આ શાળામાં ભણવા આવવાનું બાળકોને ગમે તે માટે પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.અહીં થ્રીડી પેઇન્ટિંગની મદદથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે.

આ શાળામાં ફાયર બોલ મુખ્ય આકર્ષણ છે.આગ લાગવાના કિસ્સામાં ફક્ત3સેકન્ડમાં જ આ બોલ ફૂટશે અને આગ ઓલવાઇ જશે તેવો દાવો કરાઇ રહ્યો છે.નાના બાળકો માટે શાળામાં કુલ36પ્રકારના ઉપકરણો વસાવાયા છે. ઇન્ટીગ્રેડેડ ડિઝિટલ ટીચિંગ ડિવાઇસથી મલ્ટી મીડિયા કન્ટેન્ટ દ્વારા બાળકોને શિક્ષણ અપાશે. ગણિત-વિજ્ઞાાનની પ્રયોગશાળામાં1થી8ના અભ્યાસક્રમમાં વર્કિંગ મોડલ રજૂ કરાશે.આ માટે શિક્ષકોને સ્પેશિયલ તાલીમ અપાઇ છે.આગથી સુરક્ષિત એવો આંતરરાષ્ટ્રીયસ્તરનો10ફૂટ ઉંચાઇ ધરાવતો ડોમ છે.ડિજિટલ સ્વરૂપમાં પૃથ્વીનો ગોળો,નક્ષત્ર,સૂર્ય-ચંદ્ર ગ્રહણ દર્શાવાશે, 8હજાર સ્કવેર ફૂટમાં થ્રીડી એજ્યુકેશન ચાર્ટ બનાવાયો છે.ઉપરાંત બાળકો રમી શકે તે માટે મલ્ટી પ્લે સ્ટેશનનું પણ નિર્માણ કરાયું છે.

ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ બની કાંકરિયા શાળા નંબર 5-6

નોંધપાત્ર છે કે, કોર્પોરેશનની શાળાઓની કાયાપલટ કરાઇ રહી છે.આ શાળાઓમાં ગરીબ અને મધ્યમવર્ગીય બાળકો પણ સારો અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે હેતુથી માળખાકિય સુવિધા વધારાઇ છે.છેલ્લા સાત વર્ષમાં33હજારથી વધુ બાળકો ખાનગી શાળાઓમાંથી મ્યુનિસિપલ શાળામાં ભણવા આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details