ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: અમદાવાદમાં તારીખ 16 જૂન સુધી કાંકરિયા-અટલ બ્રિજ બંધ - cyclone biporjoy live news

બિપરજોય વાવાઝોડું આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ખતરાની ઘંટી બનીને ગુજરાતના દરિયા કાંઠે ટકરવાની સંભાવના છે. આ વાવાઝોડાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કમિશનર દ્વારા તમામ અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી.જેમાં અઘિકારીએ અમદાવાદ શહેરની સમીક્ષા અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડા લઈને 16 જૂન સુધી કાંકરિયા અટલ બ્રિજ બંધ
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડા લઈને 16 જૂન સુધી કાંકરિયા અટલ બ્રિજ બંધ

By

Published : Jun 15, 2023, 9:46 AM IST

Updated : Jun 15, 2023, 12:32 PM IST

અમદાવાદ:બીપરજોય વાવાઝોડાને લઈને amc દ્વારા તારીખ 15 જૂન અને તારીખ 16 જૂન એમ બે દિવસ સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ તેમજ મુલાકાતીઓ માટે તથા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે "બિપોરજોય" વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બે વખત મીટીંગ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંટ્રોલરૂમ પણ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદ શહેરમાં વાવાઝોડાને કારણે કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો શહેરના લોકો કંટ્રોલરૂમમાં જાણ કરી શકે છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોશિયલ મીડિયા દ્વારા પણ શહેરની જનતાને અગત્યની સૂચનાઓ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા બિપરજોય વાવાઝોડાને અંતર્ગત આગામી ત્રણ દિવસ સુધી દિવસમાં 2 વખત અધિકારીઓ સાથે મીટીંગ કરી સહેલી કામગીરી સમીક્ષા કરવામાં આવી રહી છે.

રિવરફ્રન્ટ વોક વે બંધ: અમદાવાદ શહેરમાં હાલમાં મધ્યમ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. આવનારા દિવસોમાં પવનની ગતિ વધુ ઝડપી થાય તેવી સંભાવનાઓ છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી રીવરફ્રન્ટ સહેલાણી તારીખ 18 જૂન સુધી માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલા ખાનગી મોબાઇલ ટાવરના નેટવર્ક ધરાવતી કંપનીઓને પણ ફિટનેસ સર્ટિફિકેટ મંગાવવામાં આવ્યા છે.

  1. Cyclone Biparjoy updates: નાગરિકોની સલામતી માટે સજ્જ, મુખ્યપ્રધાન પટેલ બાદ ગૃહપ્રધાને કરી સમીક્ષા
  2. Cyclone Biparjoy Live Status: આજે સાંજ સુધીમાં વાવાઝોડું જખૌ પાસે ટકરાશે, ટુકડીઓ તૈયાર
Last Updated : Jun 15, 2023, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details