ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ કાગડાપીઠમાં યુવકની પ્રેમ પ્રકરણમાં છરી વડે હત્યા - યુવકની પ્રેમ પ્રકરણમાં છરી વડે હત્યા

અમદાવાદ કાગડાપીઠમાં યુવકની હત્યા (ahmedabad Kagdapith young man killed)થતા ચકચાર મચી ગયો હતો. મળેલી માહિતી અનુસાર પ્રેમ પ્રકરણમાં યુવક પર છરી વડે(murder with knife) હુમલો (attack with knife in love affair)થયો હતો. જો કે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે ગઈ કાલે પણ યુવક પર છરી વડે હુમલો (murder with knife)થયો હોય તેવી ઘટના બનવા પામી હતી

અમદાવાદ કાગડાપીઠમાં યુવકની પ્રેમ પ્રકરણમાં છરી વડે હત્યા
ahmedabad-kagdapith-young-man-killed-murder-was-caught-on-cctv-attack-with-knife-in-love-affair

By

Published : Dec 15, 2022, 1:30 PM IST

Updated : Dec 15, 2022, 4:05 PM IST

અમદાવાદ કાગડાપીઠમાં યુવકની પ્રેમ પ્રકરણમાં છરી વડે હત્યા

અમદાવાદ:અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવો સામે આવ્યો (ahmedabad Kagdapith young man killed) છે જેમાં પ્રેમ પ્રકરણમાં છરીના ઘા ઝીંકીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો (ahmedabad Kagdapith young man killed) છે. બહેરામપુરા વિસ્તારમાં રહેતા રોનક સોલંકી નામના 23 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો(attack with knife in love affair) છે. રોનક સોલંકી 14 ડિસેમ્બર 2022 ના રોજ સવારે નોકરી પર જવા માટે નીકળ્યો હતો, પરંતુ તે જીવિત ઘરે પરત ન ફર્યો. સાંજના સમયે તેની માતાને એક વ્યક્તિએ આવીને જણાવ્યું હતું કે તેમના દીકરા રોનકને જમાલપુર રોડ ઉપર અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા(murder with knife) છે, જેથી યુવકની માતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. જઈને જોતા તેઓનો દીકરો રોનક સોલંકી શીફા હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં હતો જે બાદ ત્યાંથી તેને એલ.જી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચોબિલાસપુરમાં ગોળીબાર કરીને હિસ્ટ્રીશીટરની હત્યા, પોલીસે જણાવ્યું મૃતક કોંગ્રેસી નેતા નથી

આ ઘટનાને લઈને મૃતક યુવકના માતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. જો કે સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે યુવક પર હુમલો કરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં એક ઈસમ તેની પાસે આવીને તેને શરીરના અલગ અલગ ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલાઓ કરતો નજરે પડ્યો (murder with knife)હતો. હુમલાની સમગ્ર ઘટના બહેરામપુરા બિસ્મિલ્લા નગરની ચાલીના જાહેર રોડ ઉપર બન્યો હોવાથી પોલીસે આરોપીને પકડવા માટે આસપાસના લોકોના નિવેદન લેવાની પણ પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચોકબૂતરબાજ બોબી પટેલની ધરપકડ, ગેરકાયદેસર પાસપોર્ટના આધારે લોકોને મોકલતો હતો વિદેશ

પોલીસની પ્રાથમિક તપાસમાંરોનક સોલંકી નામના યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું ખુલ્યું છે, જેથી પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન તેના મિત્રોના નિવેદન અને આરોપીને પકડવા માટે તજવીજ તેજ કરી છે, ત્યારે આ ગુનામાં આરોપીના પકડાયા બાદ જ હત્યા પાછળનું સાચું કારણ જાણી શકાશે.

Last Updated : Dec 15, 2022, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details