અમદાવાદઃ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન અને અન્ય કેટલાંક તીર્થંકર ભગવાનના જન્મ અયોધ્યા નગરીમાં થયા હતા. 500 વર્ષના સંઘર્ષ પછી કરોડ ભારતીયોની શ્રદ્ધાના ફળ સ્વરૂપે અયોધ્યા નગરીમાં રામ મંદિર નિર્માણ કરવામાં આવશે રામના જન્મના સ્થળ પર ભૂમિ પૂજન તેમજ શિલાન્યાસને લઇ સમગ્ર હિન્દુ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રામ મંદિરના શિલાન્યાસ માટે થઈ જૈન સમાજ દ્વારા 18 કિલો ચાંદીની અયોધ્યામાં ભૂમિ પૂજન અને શિલાન્યાસ માટે અર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જૈન સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું છે કે, જૈન સમાજમાં 24 તીર્થંકર ભગવાન હોય છે. જે કારણે 24 કિલો ચાંદી આગામી દિવસોમાં અયોધ્યાના રામ જન્મ ભૂમિ પૂજનમાં અર્પણ કરવા માટે તેઓ કટિબદ્ધ છે.
શિલાન્યાસ માટે થઈ શત્રુંજય તીર્થ પાલીતાણા, હઠીસિંગ જૈન દેરાસર અમદાવાદ, ગુરુરામ પાવન ભૂમિ સુરત, મહુડી તીર્થ, કલીકુંડ તીર્થ ધોળકા આદિ અનેક જૈન પવિત્ર તીર્થના રજકણો તથા અભિષેક સાથે જળ પણ અયોધ્યા ખાતે મોકલવામાં આવ્યા છે.
જૈન સમાજનો એક મહત્વનો ઉદ્દેશ છે કે, દરેક હિન્દુત્વ ધર્મ એક જ છે અને ખભે ખભા મિલાવી રાષ્ટ્ર સાથે જોડાવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જૈન ધર્મની અંદર નવકાર મહામંત્ર સૌથી મહત્વનો જાપ ગણવામાં આવે છે. જેને લઇ ભૂમિ પૂજન શિલાન્યાસ પ્રસંગે દિવસે તમામ જૈનોના ઘરે વધુમાં વધુ નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે.
તમામ જિનાલયોનેની અંદર પ્રભુભક્તિ સ્વરૂપે સ્નાત્ર મહોત્સવ, અંગ રચના સાથે ઘરે દીપોત્સવ કરી દિવાળી જેવો માહોલ નવનિર્માણ કરવામાં આવશે. આ સાથે તેમને એક સંદેશો પાઠવ્યો હતો કે, રાષ્ટ્રના સમગ્ર સમાજ નિર્માણ પામનારા ઈતિહાસિક રામ મંદિરમાં તેમને પણ ભાગ લેવો જોઈએ.
રામ મંદિરના નિર્માણ માટે જૈન સમાજના બે શ્રાવકો એટલે કે, બાબુલાલ કોઠારીના બન્ને પુત્રો રામ કોઠારી અને સરહદ કોઠારીએ રામ જન્મ ભૂમિ માટે થઈ પોતાનું બલિદાન આપ્યું હતું. આ બલિદાન એળે નથી ગયું. આ વાત જ સમગ્ર ભારતીય પ્રજા માટે ગૌરવ લેવા સમાન છે. જેથી આ મહામંગલકારી શુભ પ્રસંગને લઈ જૈન સમાજ આગળ આવ્યો છે અને ખભેથી ખભો મિલાવી દિવાળી જેવો માહોલ બનાવવા માટે કટિબદ્ધ બન્યા છે.