અમદાવાદ :નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા નહીં આવવા માટે ધમકીભર્યા મેસેજ કેસમાં બે આરોપીની ધરપકડ થઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં નાગરિકોને મેચ જોવા નહીં આવવા માટે ધમકીભર્યો વોઈસ ક્લીપના કૉલ કરીને ગભરાટ પેદા કર્યો હતો. ભારતના જુદાજુદા ધર્મ અને કોમ વચ્ચે દુશ્મનાવટ, તિરસ્કાર અને વૈમનસ્ય ફેલાવનાર વધુ બે આરોપીને ભીવંડી(મહારાષ્ટ્ર)થી ચાર સીમ બોક્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીને પકડીને અમદાવાદ સાયબર ક્રાઈમ લાવવામાં આવ્યા છે.
ગુનાહિત કાવતરું રચ્યું : મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત ઓસ્ટ્રેલીયાની મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવવાના હતા. તે મેચ અગાઉ આ આરોપીઓએ ખાલીસ્તાન ચળવળના નામે સિખ્સ ફોર જસ્ટિસ નામના ઓર્ગેનાઈઝેશન ચલાવતા મુખ્ય સુત્રધાર ગુરપતવંત સિંઘ પુનુનના અવાજમાં અગાઉથી તૈયાર કરેલા પ્રિરેકોર્ડેડ વોઈસ ક્લીપ કે જે ભારતમાં આતંકવાદી પ્રવૃતિ આચરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચ્યું હતું. 2020માં ગુરપતવંત સિંઘ પનુનને આતંકવાદી જાહેર કર્યા હતા અન તેમનું સંગઠન સિખ ફોર જસ્ટીસને 2019માં આતંકવાદી સંગઠન જાહેર કરાયું હતું. આ વોઇસ મેસેજને ટ્વીટર Id પર વાયરલ કરાયો હતો.