પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને મળવા બોલાવી પરિવારે યુવતીનું અપહરણ કર્યું - યુવક યુવતી
અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં એક અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવક અને યુવતીને સમાધાન કરવા માટે યુવતીના પરિવારજનોએ બોલાવ્યા હતા. જે બાદ યુવતીના પરિવારજનોએ યુવક પર હુમલો કરી યુવતીનું અપહરણ કરીને નાસી ગયા હતા. આ મામલે ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને મળવા બોલાવી યુવતીનું પરિવારે કર્યું અપહરણ
શહેરના એસ.જી. હાઇવે પર રહેતા ભાવિન ચશ્માંની દુકાન ચલાવે છે. ભાવિને પોતાના ત્યાં રહેતી પલક નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો, પરંતુ પલકના પરિવારજનો લગ્ન કરવા તૈયાર ના હોવાથી બંને જણાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને શાંતિથી જીવન ગુજરી રહ્યા હતા. આ દરમિયાન પરિવારજનોએ બંનેને સમાધાન માટે નવરંગપુરા જૈન દેરાસરની ઓફીસમાં બોલાવ્યા હતા. ઓફિસમાં બંને પરિવાર અને ભાવિન તથા પલક વચ્ચે વાત ચાલી રહી હતી.