અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ખૂબ જ ઓછું મતદાન થયું હતું. તેમ છતાં ભાજપે સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવી લીધી છે. ત્યારે આ વખતે રાજ્યમાં 5,01,202 (1.5 ટકા) મત NOTAને મળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજ્યમાં સૌથી વધુ 49,601 NOTA મતનું મતદાન અમદાવાદમાં થયું છે. અમદાવાદમાં શિક્ષિત મતદારો હોવા છતાં સૌથી વધુ મત NOTAને ગયા છે. એટલે કે અમદાવાદમાં (Ahmedabad in first NOTA Voting Gujarat) મતદારો પાસે ઉમેદવારોને પસંદ કરવાના અનેક વિકલ્પ (Gujarat Election 2022 Result) હતા. તેમ છતાં તેમણે પોતાની પસંદગી NOTA પર ઢોળી હતી.
શહેરમાં 19 બેઠક પર ભાજપની લહેર અમદાવાદ શહેરમાં (Ahmedabad in first NOTA Voting Gujarat) 21માંથી 19 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 2 બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે. આ સાથે જ મોટા ભાગના લોકોએ ભાજપને તો ખોબલેને ખોબલે મત આપ્યા હતા. અમદાવાદમાં કુલ 35,66,035 મતદારોએ મત આપ્યા હતા. આમાંથી 21,80,169 મત ભાજપને, 8,90,414 મત કૉંગ્રેસને, 3,31,476 મત આમ આદમી પાર્ટીને અને 36,850 મત અપક્ષ ઉમેદવારોને મળ્યા હતા. જોકે, આમાંથી 49,601 મત NOTAને મળ્યા હતા. એટલે કે સ્પષ્ટ કહી શકાય કે, રાજકીય પાટનગર ગણાતા અમદાવાદમાં ભણેલી જનતાએ જાણી જોઈએ એક પણ રાજકીય પાર્ટીને મત જ ન આપ્યા અને તેમને નકારી દીધા છે.
અમદાવાદીઓએ ઉમેદવારોની સામે ન જોયુંઅમદાવાદમાં ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલ, વેજલપુરથી અમિત ઠાકર, નિકોલથી જગદીશ પંચાલ, એલિસબ્રિજથી અમિત શાહ, અમરાઈવાડીથી ડો. હસમુખ પટેલ, જમાલપુરથી ઈમરાન ખેડાવાલા, મણિનગરથી અમૂલ ભટ્ટ, દાણીલીમડાથી શૈલેષ પરમાર, સાબરમતીમાંથી ડો. હર્ષદ પટેલ જેવા દિગ્ગજ કલાકારો મેદાને હતા. તેમ છતાં મતદારોએ NOTA ઉપર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો હતો.